ભાજપની વિચારધારા સાથે લોક સુખાકારીના કામ કરશું : કેશુભાઈ પટેલ

0
42

ભુજ : ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ વિધાનસભા બેઠક માટે વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
ભુજ બેઠકના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ‘કચ્છ ઉદય’ સાથે વાતચીત કરતાં કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા પર વિશ્વાસ મુકવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેન્દ્રીય અને પ્રદેશ સંગઠનના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરૂ છું. પાર્ટીએ ભુજ વિધાનસભા બેઠક પર પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. ત્યારે ભાજપની વિચારધારા અને સિદ્ધાંતો સાથે ચાલી આવનાર દિવસોમાં લોક સુખાકારીના વધુને વધુ કામો કરવાની ખાતરી તેમણે ઉચ્ચારી હતી. ભુજ બેઠક પરથી કેશુભાઈ પટેલના નામની ઘોષણા થતાં તેમના નિવાસસ્થાને જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવા ઉમટી પડ્યા હતા. કેશુભાઈ પટેલે ભુજના બેંકર્સ કોલોની સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા.