ગાંધીધામ વિધાનસભા બેઠક ઐતિહાસીક લીડથી જીતીશું : ભરત સોલંકી :: ગાંધીધામ કોંગ્રેસના કર્મઠ ઉમેદવારનો હુંકાર

0
63

હું તો સાધુ છું, મને જીતાડજાે, એટલે સાધુ તરીકે જ મતદારોની સેવા કરીશ.! : ભરતભાઈનો મતદારો પ્રત્યે સાધુવાદ

વિધાનસભાની ચૂંટણીના કાર્યાલયના ઉદઘાટન વખતે ભરતભાઈ સોલંકીએ મતદારો પ્રત્યે વ્યકત કર્યો ભાવભીનો વિશ્વાસ, કહ્યુ, મને બોલતા નથી આવડતુ, મારૂ કામ જ બોલશે : કોંગી આગેવાનો-સમર્થકોની હાજરીમાં રેલી સ્વરૂપે ભરતભાઈ સોલંકીએ વિજય મુર્હતે નેાંધાવી દાવેદારી

આ વખતે આખુંય ગાંધીધામ એક બનીને ભરતભાઈ સોલંકીને જીતાડવા આજથી જ કામે લાગી જશે : ચૂંટણી કાર્યાલય ઉદઘાટન તથા ફોર્મ રજુ કરાતી વેળાએ કોંગ્રેસના અલગ અલગ આગેવાનોએ ભરતભાઈના સમર્થનમાં દેખાડયો ઐતિહાસીક જાેમ-જુસ્સો

ભરતભાઈ સોલંકીના કાર્યાલય ઉદઘાટનમાં જ મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદની અન્ય પક્ષોના ઉમેદવારોની ઉંઘ બગાડશે: કોંગ્રેસ એકજુટ બનીને ચૂંટણી જીતડવાના મુડમાં હોય તેવી એકતાના થયા દર્શન

આજ રોજ ભરત સોલંકીએ વિજય મુર્હતે ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતુ તે વેળાએ તેમની સાથે શૈલેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ગનીભાઈ માંજાેઠી તથા સંજયભાઈ ગાંધી હાજર રહ્યા હતા

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના જંગ મંડાઈ ગયા છે. રાજકીય પક્ષો દ્વારા પણ ચૂંટણીલક્ષી પ્રક્રીયાઓમાં સજજ બની ગયા છે. ત્યારે આજ રોજ પૂર્વ કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના સ્વચ્છ, યુવા, સામાજિક રીતે આદરણીય એવા ભરતભાઈ સોલંકીએ ચૂંટણી જંગમાં વિધીવત રીતે જ ઝંપલાવી અને ગાંધીધામ બેઠક પર કોંગ્રેસ ઐતિહાસીક લીડથી વિજય પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ તેઓએ વ્યકત કરી દીધો છે.

આજ રોજ ભરતભાઈ સોલંકીના ચૂંટણી કાર્યાલયનુ દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તેમનો પરીવાર, કોંગી નેતાઓ, સમર્થકો, સ્નેહી મિત્રો, વિશાળ સંખ્યામા ંએકત્રિત થવા પામ્યા હતા. ગાંધીધામની બેઠક પર આ વખતે ભરતભાઈ સોલંકીની ઉમેદવારી  હાર-જીતમા નવા સમીકરણો ઉભા કરી જાય તેવો સિનારીયો ઉભોથવા પામ્યો હતો.

આજ રોજ ભરતભાઈ સોલંકીના દાદીદામાં ભચિબેન સોલંકી, માતાજી સોનલબેન સોલંકી, દિકરીબા નેહાબેન સોલંકીના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આજ રોજ કાર્યલયના આરંભે ભરતભાઈએ મતદારોને વિશ્વાસ વ્યકત કરતા કહ્યુ હતુ કે, હું તો સાધુ છુ, મને જીતાડશો તો હુ સાધુ-સંતની માફક જ મતદારોની સેવા કરવાની અલખધુણી જગાવીને અવિરત મદદરૂપ બનવા પ્રયાસો કરતો રહીશ. ભરતભાઈની સાદગી અને કર્મશીલ છબીના આજથી જ દર્શન થવાની શરૂઆત થઈ ગઈ છે. તેઓએ ઉદબોધનમાં કહ્યુ હતુ કે, મને ઘણા  બધા મુદાઓ બોલવા માટે આપવામાં આવ્યા છે પરંતુ માફ કરજાે, મને આભાસી ભાષણો દેતા નથી આવડતુ, પણ આ તબક્કેથી હું ખાત્રી આપું છુ કે, મારૂ કામ ચોકકસથી બોલશે. હુ તો એક સાધુ છુ અને સાધુ તરીકેનુ જીવન જીવવુ છ. બસ માત્ર મને જીતાડજાે તો સાધુ તરીકે  જ તમારી સેવા કરવા સદાય તત્પર રહીશ. હુ બેાલવામાં નહી કામ કરવામાં માનુુ છે. ત્યાર બાદ કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે, ગાંધીધામ સીટ સૌ પ્રથમ જાહેર થઈ અને સૌ પ્રથમ ગુજરાતમાં આજે ફોર્મ પણ ભરાય છે. અને સૌ પ્રથમ ગાંધીધામની સીટ જંગી બહુમતીથી જીતીશું. આજથી રર દીવસ તન-મન અને ધનથી ભરતાભઈ સાથે સૌએ રહેવાનું છે તેવો કોલ શ્રી જાડેજાએ આપ્યો હતો. ત્યાર બાદ ગત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેા કિશોરભાઈ પીંગોલ દ્વારા કહેવાયું હતુ કે, ર૦૧૭મા મને ગાંધીધામમાથી અપાર સ્નેહ મળ્યો, હવે ર૦રરમાં તેનાથી વધુ ઉમળકો દેખાડવાનો છે. જરૂર પડશે ત્યાં હુ સતત સાથે રહી અને  લોકસપર્ક કરીશ તેવો ખાત્રી શ્રી પીંગોલે આપી હતી. તો વળી ગાંધીધામ નગરપાલિકાના વિપક્ષી નેતા સમીપભાઈ જાેષીએ કહ્યુ હતુ કે, જુઠ્ઠાનાની સરકારનો ચહેરો હવે ખુલ્લો પડશે. કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કામે લાગી જવાનો કોલ અપાયો હતો. નોધનીય છે કે,શ્રી ભરતભાઈએ સૌ પ્રથમ ત્રિકમસાહેબની જય બોલાવી અને તેમના ઉદબોધનનો આરંભ કર્યો હતો.તેઓએ કાર્યાલય ઉદઘાનમા ંહાજર રહેલા કચ્છ-ગુજરાત સહિતના સાધુ-સંતો પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. આજ રોજ કાર્યાલયના ઉદઘાટન બાદરેલી સ્વરૂપે ભરતભાઈ સોલંકીએ તેમના ટેકેદારો, સમર્થકો સાથે વીધીવત રીતે ફોર્મ ભરી અને દાવેદારી નોધાવી હતી.

આજ રોજ કાર્યલય ઉદઘાટન પ્રસંગે યજુવેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્ર સિંહ જાડેજા, ગનીભાઈ માંજાેઠી, સંજયભાઈ ગાંધી, સમીપભાઈ જાેશી, ભરત ઠક્કર, પુષ્પાબેન સોલંકી, ધર્મેન્દ્રભાઈ ગોહિલ, અલ્પેશભાઈ જરું, રાજુજી, નરેશ પહેલવાન, અમૃતાબેન દાસ ગુપ્તા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાધાસિંગ, નિલેશ ભાનુશાલીભરત ગુપ્તા, સૈયદ રફીકશા બાપુ, પ્રેમ પરિયાની, દેવેન્દ્રસિંહ ઝાલા, નિતેશ લાલન, ઊર્મિલાબેન મારાજ, રમેશ આહીર, સેરબાનુબેન ખલિફા, જગદીશ ગઢવી, કોકિલાબેન ધેડા, નંદાબેન , રમેશ પ્રજાપતિ, બલવતસિંહ ઝાલા, કિશોરભાઈ પિંગોલ, રમેંશભાઇ ગરવા, શિવજીભાઈ મહેશ્વરી, ધીરજ ભાઈ રૂપાલ, જુમાબેન મહેશ્વરી, રૂપાબેન વિશ્વાસ,જ્યોતિબેન મહેશ્વરી, બિન્દુબેન યાદવ, અસીતાબાનું, શંકરભાઇ વણકર ઉપસ્થિત મનજીભાઈ ગોહિલ, પરબતભાઇ સોલંકી, મગાભાઈ રાઠોડ, શિવજીભાઈ રાઠોડ, રાજુભાઇ જાદવ, બાબુભાઇ આહીર, જવેરબેન મહેશ્વરી, પ્રકાશ મારાજ,પ્રકાશ સોલંકી લાલજી સોલંકી, નારણભાઇ વગોરા ઉપસ્થિત રહ્યા હતા.