અબડાસા વિસ્તારને નંદનવન બનાવીશું : પ્રદ્યુમનસિંહ જાડેજા

0
128

નખત્રાણા ખાતે ભાજપના કાર્યકર્તાઓએ જાહેરાતને આવકારી : ફટાકડા આતશબાજીથી ધારાસભ્યની જીતનો વિવિધ સમાજના આગેવાનોએ અપાવ્યો વિશ્વાસ

નખત્રાણા : ભાજપ સરકારે અનેક વિકાસ કર્યો છે અને હજુ પણ જે બાકી છે તે પૂર્ણ કરવા મારા પર વિશ્વસ મુક્યો છે. પશ્ચિમ કચ્છના છેવાળાના વિસ્તારના ખેડૂતને નર્મદાનું પાણી મળતું થાય એ મારું સ્વપ્ન છે. અબડાસા વિધાનસભા વિસ્તાર નંદનવન બનાવીશ. નખત્રાણા, અબડાસા અને લખપતના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવીને વિકાસકામો પણ કર્યા છે. એપીએમસી, નગરપાલિકા સહિતના પ્રશ્નોને પણ મંજૂરી મળી છે. ભાજપે કરેલા વિકાસના કરેલા કાર્યો આ પંથકમાં સૌ લોકો જાેઈ રહ્યા છે અને ભાજપે વિકાસના કામોને જાેઈને જ વિશ્વાસ મુકીને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે અને જંગી બહુમતીથી અબડાસાની બેઠક ભાજપ જીતશે અને પુનઃ ભગવો લહેરાશે. તેવું પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ટિકિટોની જાહેરાત થતા અબડાસા વિધાનસભાના ધારાસભ્ય તરીકે પ્રદ્યુમનસિંહના નામની જાહેરાત થતા ભાજપના કારાયકરોએ તેમની જાહેરાતને આવકારી હતી. પ્રદ્યુમનસિંહે વહેલી સવારે ૧૦૦૦ પગથિયાં ચડી ધોરમ નાથદાદાના દર્શન કરી દાદાના આર્શીવાદ મેળવ્યા હતા. નખત્રાણાના ધારાસભ્ય કાર્યલાય મધ્યે સવારથી તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરોની ભીડ જાેવા મળી હતી. ધારાસભ્યનું આગમાન થતા કાર્યકરો એ મીઠું મોંઢું કરાવી સાલ- પુષ્પગુચ્છ આપી પ્રદ્યુમનસિંહનું સન્માન કર્યું હતું.
આ ઉજવણી વેળાએ નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા, નયનાબેન પટેલ, લાલજી રામાણી, ઈકબાલ ઘાંચી, કરણ રબારી, ખેંગાર રબારી, ભીમાજી જાડેજા, કરશનજી જાડેજા, હરીસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, દિનેશ જાેશી, વસંત વાઘેલા, રાજેશ પલણ, હિરેન વ્યાસ, ધર્મેશ કેશરાણી, ધૈર્ય ગોર, ગુલામ બરાચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.