વિકાસને વેગવંતો બનાવવા આપણે હંમેશા તત્પર રહીએ- વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્ય

0
31

રૂ.૪.૯૬ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ સીસીરોડનું વિધાનસભા અધ્યક્ષાશ્રીએ ખાતમુહૂર્ત કર્યું

આજરોજ ભુજ નજીક હરિપર ખાતે નિર્માણ થનારા વિવિધ સીસીરોડનું વિધાનસભા અધ્યક્ષાશ્રીડો. નિમાબેન આચાર્યે ખાતમુહૂર્ત કર્યું હતું

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ બનાવવામાં આવી રહ્યાં છે ત્યારે આપણે વિકાસમાં ભાગીદાર બનીએ અને વિકાસને વેગવંતો બનાવીએ.

વધુમાં જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિમાં ગામે ગામ અને શહેરે શહેરોમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે આપણે પણ આ વિકાસમાં ભાગીદાર બનીએ અને આગળ વધીએ.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ વિસ્તારના વિવિધ વિકાસકામોની વાચા આપવા માટે આપણે હંમેશા તત્પર રહીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે જે નવી નવી ગ્રાન્ટો મંજૂર થાય છે તે તેમાં આપણા વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યનો સિંહ ફાળો છે.

આ પ્રસંગે નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેનશ્રી મનુભા જાડેજા, કાઉન્સેલરશ્રી સંજયભાઇ ઠક્કર, અગ્રણી સર્વશ્રી બાલકૃષ્ણ મોતા, ગોદાવરી બેન ઠક્કર શાસક પક્ષના નેતાશ્રી અશોકભાઈ પટેલ, તેમજ કાઉન્સિલરો અગ્રણીઓ અને ગ્રામજનોઓ ઉપસ્થિત રહ્યાં હતાં.