માંડવી વિધાનસભા મતવિસ્તારના મતદારોને મતદાન માટે જાગૃત કરાયા

0
45

વિધાનસભા સામાન્ય ચુંટણી સંદર્ભે મતદારોમાં જાગૃતિ આવે તે માટે મિશન-૨૦૨૨ હેઠળ ઓછુ મતદાન ધરાવતા ૦૨ માંડવી વિધાનસભા મત વિસ્તારના વિવિધ મતદાન મથકમાં અવસર રથે ભમ્રણ કરીને લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

        મુંદરા મામલદાર કચેરીથી અવરસર રથનું પ્રસ્થાન કરાવતા મુંદરા મામલતદારશ્રીએ લોકોને લોકશાહીના આ પર્વમાં સક્રીય મતદાન કરવા અનુરોધ કર્યો હતો. નાના કપાયા-૨, નાના કપાયા-૩, નાના કપાયા-૪, બારોઇ-૩, બારોઇ-૫, બારોઇ-૭, બારોઇ-૮, માંડવી-૨૬, માંડવી-૨૯, મોડકુબા વિસ્તારમાં અવસર રથ ફર્યો હતો. આ ટાંકણે મતદારોએ મતદાન કરવાના શપથ લીધા હતા.