વિનોદ સીંધી-સુનીલ દરજી ઝડપાયા, પરંતુ કુખ્યાત બુટલેગરના કચ્છ સહિતના ખાખીધારી સાગરીતો કોણ?

0
57

  • શાબાશ છે..સ્ટેટ મોનીટરીંગ સેલ- શ્રી રોયની કામગીરીને..!

ઝડપાયેલા વિનોદ-નાગદાન-સુનીલ, આ તમામ બુટલેગરો ગુજરાતના મોટામાં મોટાથી લઈ અને નાનાનાના ખાખીના કર્મચારીઓ સાથે લાખો-કરોડોના માસિક સેકસન ગોઠવીને દારૂનું ઉભુ કર્યુ હતુ સામ્રાજય..!, એજન્સી પાસે ખાખીધારીઓમાં કોને કેટલા સેકસન, તેની આખીય ડાયરી હાથ લાગી હોવાનુ પણ બહાર આવ્યુ હતુ, છતા પણ કોઈ જ ખાખીધારી સામે હજુ સુધી ખુલીને લાલઆંખ ન થવી આશ્ચર્યજનક..!

વિનોદ સીંધીની સાથે જે કોઈ પણ ખાખીધારીઓના નામો ખુલે તેને દારૂના નેટવર્કમાં મદદગારીમાં કરવા જોઈએ વિના વિલંબે ફીટ : આવા અધિકારીઓને ડીસમીશ કરીને તેમની સર્વિસ બુકમાં જ નોંધ પાડી દેવી જોઈએ કે, ફરીથી આવા અધિકારી-કર્મચારીઓને સારા-મોક્કાના સ્થાને મુકવા જ નહી, સિવિલ ડીફેન્સ જેવા વિભાગોમાં જ આવા ભ્રષ્ટ અમુક ખાખીધારીઓને આપવી જોઈએ સેવા કરવાની તક

ગાંધીધામ : ગુજરાતમાં સૌથી મોટા લીસ્ટેડ બુટલેગરમાં જુનુ નામ આવે છે તેવા વિનોદ સીંધીની ટોળકીની બકરી ડબ્બામાંને પુછડી બહાર જેવી હાલત સ્ટેટ મોનીટરીંગ સેલના શ્રી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા કરી દેવામા આવી છે. એક પછી એક વિનોદ સીંધી સહિતના સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. સૌ પ્રથમ નાગદાન ગઢવી, તે બાદ વિનોદ સીંધીને દુબઈથી ઉઠાવી લીધા પછી હવે તેના ઉત્તર ગુજરાતના નેટવર્ક સંભાળનારા સુનીલ દરજીને પણ દબોચી લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ ટીમની કાર્યવાહી ખરેખર શાબાશીને પાત્ર છે કે, ગુજરાતમાં રાજસ્થાન અને હરીયાણા લાઈનથી કરોડોના દારૂનો મોટો નેટવર્ક ધરાવનાર વિનેાદ સીંધીના દારૂને ડામી દીધો છે.પરંતુ બીજીતરફ હવે અહી સવાલો એ ઉઠવા પામી રહયા છે કે, વિનોદ સીંધી ખુલ્લેઆમ ગુજરાતભરમાં જો દારૂનો ધંધો કરતો જ હતો તો તેમાં સબંધિત ક્ષેત્રના ખાખીધારી અધિકારીઓની મીલીભગત ચોકકસથી હોય જ હોય..! ખાખીધારીઓની મદદ વિના આ પ્રમાણેના મોટા નેટવર્ક વિસાવી જ ન શકાય. જો એમ છે તો વિનેાદ સીધી સહિતના મુખ્ય કુખ્યાત બુટલેગરો તો દબોચી લેવાયા છે અને તેની માહીતીઓ ઉજાગર કરવામા આવી જ રહી છે પરંતુ આ બુટલેગરો કચ્છ સહિતના રાજયભરના કયા કયા ખાખીધારી અધિકારીઓને સાંચવીને, સેકસન આપીને આ દારૂના નેટવર્કને ફેલાવી દીધો હતો? હજુ સુધી આવા ખાખીધારી અધિકારીઓના નામો કેમ બહાર આવતા જ નથી? અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં વિદેશી દારૂનું સૌથી મોટું નેટવર્ક ધરાવતા લીસ્ટેડ બુટલેગર સુનિલ દરજીને ઉદેપુર પાસેથી ઝડપી લેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલને મહત્વની સફળતા મળી જ કહી શકાય. ગુજરાતના સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધીનું ઉત્તર ગુજરાતનુ નેટવર્ક સંભાળતો સુનિલ દરજી ૨૦ થી વધુ ગુનામાં સંડોવાયેલો છે અને તેની બાતમી આપવા પર રૂપિયા ૨૫ હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું.આટલો મોટો બુટલેગર ઝડપાયો છે તો તેના ચોકકસથી નાર્કો અથવા તો સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરવા જોઈએ અને તેમાં જેકેાઈ પણ મદદગાર તરીકેના ખાખીના અધિકારીઓના નામ બહાર આવે તે સૌની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ.આવા ખાખીધારીઓને ભવિષ્યમાં પણ સારા પોસ્ટીગ ન મળે તેવી તેમની સર્વિસ બુકમાં સીઆર મારવા જોઈએ, નોટીગ કરી દેવા જોઈએ. હાલમાં તો મદદગારીમાં તેમને ડીસમીશ કરી અને ભવિષ્યમાં સિવિલ ડીફેન્સ જેવા જ ખાતાઓમા સેવા કરવાની તક આપવી જોઈએ. નોધનીય છે કે, વિનોદ સીંધીનુ નેટવર્ક કચ્છમાં પણ વ્યાપક બનેલુ હતુ અને કચ્છમાં જયાથી વિનોદ સીધીનો દારૂ આવતો હતો તે બનાસકાંઠામાં તો મહીલા ધારાસભ્યએ વિનોદ સીંધી અને તેના મદદગારોને લઈને ગુજરાતભરમાં અવાજ બુલંદ કરી દેખાડયો હતો. હવે જયારે વિનેાદ, નાગદાન અને સુનીલ જેવા મોટા બુટલેગરો દબોચાયા છે તો તેમની પુછતાછમાં કચ્છ સહિતમાંથી તેમના ખાખીના મદદગારો કોણ હતા, કોને કેટલા લાખ-કરોડના સેકસન કોના નામ પેટે ચૂકવતા હતા? તેની અવેજમાં આ ખાખીધારીઓ કેવી કેવી વ્યવસ્થાઓ કરી આપવા બંધાયેલા હતા? તે સહિતના ખુલાસાઓ થવા સમયની માંગ બની રહી છે. અહી યાદ અપાવી શકાય કે, આ સુનિલ દરજી ગુજરાતના સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધી માટે ઉત્તર ગુજરાતના દારૂના નેટવર્કમાં દારૂ સપ્લાય કરતો હતો અને વિનોદ સિંધી વતી હિસાબ કિતાબ પણ રાખતો હતો. તેની પુછપરછમાં ગુજરાતના અનેક સ્થાનિક બુટલેગરોની તથા ખાખીના હપ્તાખોર વહીવટદારોના નામોની વિગતો પણ બહાર આવી શકે તેમ છે.