ભુજમાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ

0
29

પથસંચલનમાં ર૮૦ સ્વયંસેવક જાેડાયા : મુખ્ય માર્ગો પર ઠેરઠેર પુષ્પવર્ષા કરી આવકાર અપાયો

ભુજ : શહેરના સંસ્કારનગર સ્થિત મંગલમ્મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પથ સંચલન, વક્તવ્ય સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજયા હતા. મેદાન ખાતેથી પથ સંચલનની શરૂઆત કરાઈ હતી. જેમાં ર૮૦ સ્વયં સેવકો ગણવેશમાં જાેડાયા હતા. કાર્યકરો દ્વારા બેન્ડ તથા લાઠી સાથે કાઢવામાં આવેલું પથ સંચલન સંસ્કારનગર સહિતના મુખ્ય માર્ગો પર ફર્યું ત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રસ્તામાં લોકોએ ઠેર ઠેર પુષ્પાવર્ષા કરીને આવકાર આપ્યો હતો. પથ સંચનલ મેદાન ખાતે સમાપન થયંુ હતું.

તકે રામરોટી અને છાશ કેન્દ્રના ટ્રસ્ટી લીલાધરભાઈ ઠક્કર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બૌધિક પ્રમુખ કરસનભાઈ પબુભાઈ ગઢવીએ કાર્યકરોને સંબોધીત કર્યા હતા. પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘ સંચાલક હિંમતસિંહ વસણ,નગરકાર્યવાહ હેતભાઈ જાેષી, જગદીશભાઈ બરાડિયા સહિતના જાેડાયા હતા. તેવું ભુજના સંઘ ચાલક ભરત દરજીએ જણાવ્યું હતું.