ભચાઉ તાલુકાના વાઢિંયા ગામે નવરાત્રીમાંં નવદુર્ગા કાર્યક્રમ ધામધુમ થી ઉજવ્યો

0
40
આજના હાઈટેક જમાનામાં પણ લોકો પોતાના ની જુની પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે જેમાં માં શૈલપુત્રી, માં બ્રહ્મચારિણી, માં ચંદ્રધંટા, માં કૂષ્માણ્ડા, માં સ્કંદમાતા, માં કાત્યાયની, માં કાલરાત્રી, માં મહાગૌરી, માં સિધ્ધિદાત્રા  જેવા પાત્રો ભજવીને લોકોનુ મનોરંજન પુરુ પાડ્યુ હતુ અને વેશભુષામાં સજ્જ બની રામલીલા યોજી હતી.ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી, ખેલૈયાઓ આગવી શૈલીમાં  સંસ્કૃતિ ને  ઉજાગર કરતા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.આજે નવ માં નોરતાએ ગામડાઓમાં ભક્તિ આરાધના સાથે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. માં જગદંબાની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા નિમિત્તે  વાગડ વિસ્તાર માં ઠેર ઠેર પ્રાચીન ગરબીના આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાઢિંયા ગામ માં આજે નવ માં નોરતા ની શ્રી દેવડા પરિવાર મહાકાલી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત પટેલ સમાજ દ્રારા ૯ માં નોરતે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રી મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આજના અર્વાચીન ગરબા યુગમાં હજુ પણ પ્રાચીન ગરબીની જમાવટ જોવા મળે છે. અહીં બહેનો ભાઈ દ્વારા દરરોજ અલગ અલગ થીમ પર પ્રાચીન ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. જેમાં હુડા રાસ, રાસ વગેરે જેવા પ્રાચીન રાસ રમવામાં આવે છે. અહીં ભાઈઓ બહેનો દ્વારા પણ રાસ ની રમઝટ બોલાવવામાં આવે છે.અહીં નવમા નોરતે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી હતી,જેમાં આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સમગ્ર નવરાત્રી મહોત્સવ ને સફળ બનાવવા તામમ લોકો હાજર રહ્યા હતા
નવરાત્રી રાસ ગરબા ના પ્રોગ્રામ ના કલાકાલ ઢોલી – મંજુબેન દેવડા, શાંતીદાસ સાધુ, ભરત મારાજ, ભાવેશ બારોટ, તુફાન ઢોલી, અતુલભાઈ ઠાકોર, અતુલભાઈ ઠાકોર, દલસુખ પટેલ દ્રારા કરવામા આવ્યુ હતુ.વાઢિંયા સહિત વાગડ વિસ્તારમાં રંગ જમાવી રહેલ નવરાત્રી મહોત્સવ વાઢિંયા નવ દુર્ગા ના મહા પર્વ એટલે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાગડ વિસ્તારના વાઢિંયા ગામ સહિત આસપાસના ગામોમાં પણ આધ્ય શક્તિ ના ભક્તિ રંગ મા અબાલ વૃધ્ધ સૌ કોઈ રંગાઈ જાય છે ત્યારે ભચાઉ તાલુકાના વાઢિંયા ગામ મા શ્રી દેવડા પરિવાર મહાકાલી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત પટેલ સમાજ દ્રારા નવદુર્ગા ના સ્વરૂપ રુપે નાની બાળાઓ યુવાઓ નવ દુર્ગા ની વેશ ભુષા મા ગરબા રમતા જોવા મળી હતી તો મહિલાઓ એ ગરબા ની રમઝટ બોલાવી હતી તો ભાઈઓ પણ ગરબા રમવા મા મગ્ન થઈ ગયા હતા ઉપરાંત પટેલવાસ ખાતે પટેલ સમાજ ની બહેનો નો ભાઈઓ પર ગરબા ની રમઝટ બોલાવી હતી પટેલ  સમાજ ની નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે.