હરામીનાળામાંથી બિનવારસુ પાકીસ્તાની માછીમારી બોટ પકડાઈ

0
30

ભુજ : કચ્છના સરહદીય દરિયાઈ કાંઠે અવાર નવાર પાકિસ્તાની માછીમારી બોટ અને ઘુસણખોરો પકડાતા હોય છે ત્યારે સોમવારે ફરી એક બિનવારસુ પાકિસ્તાની માછીમારી બોટ પકડાઈ છે જયારે આ બોટમાં સવાર ઘુસણખોરો મળી આવ્યા ન હતા.

હરામીનાળા ક્રીક વિસ્તારની બોર્ડરમાંથી બી.એસ.એફ.ની ટુકડીને પેટ્રોલિંગ વેળાએ એક બિનવારસુ માછીમારી બોટ મળી આવી હતી, જાે કે તે બોટમાં શંકાસ્પદ  ચીજવસ્તુ મળી આવી નથી. બોટ મુકી નાસી છુટેલા ઘુસણખોરો આ વિસ્તારમાં છે કે નાસી છુટયા તે માટે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.