હમીરસર તળાવ પાસે બે બાઈકના હેંડલ ભટકાતા બે યુવક ફંગોળાયા

0
39

ભુજ : મીરજાપરથી ભુજ આવી રહેલા બે બાઈક પર ત્રણ મિત્રો હમીરસર તળાવ નજીક ખેંગાર પાર્ક પાસે પહોંચ્યા ત્યારે બંને બાઈકના હેંડલ ભટકાતા બાઈક ફંગોળાઈ ગઈ હતી અને બે મિત્રોને ઈજાઓ પહોંચી હતી.
જી. કે. ચોકીએથી પ્રાપ્ત વિગતો મુજબ ઈફતાબ સતાર રાયમા (ઉ.વ.ર૬, રહે. ગઢ્‌શીશા) અને સમીર કરીમ રાયમા (ઉ.વ.ર૬) બંને જણા મીરજાપરથી પરત આવી રહ્યા હતા, ખેંગાર પાર્ક પાસે પહોંચ્યા હતા ત્યારે બાજુમાં બીજી બાઈકથી પણ બે મિત્રો સાથે ચાલતા હતા તયારે અચાનક હેંડલ ભટકાયા હતા જેથી બંને બાઈક ફંગોળાઈ સ્લીપ થઈ ગઈ હતી અને બંને યુવકોને ઈજાઓ પહોંચી હતી.