ગાંધીધામની કંપનીના ખાતામાંથી ૩૦ લાખ ઉઠાવનારા બે ઝડપાયા

0
73

ગાંધીધામ : અહીં હરીશ ટ્રાન્સપોર્ટ કંપનીના બેંક ખાતામાંથી રૂપિયા ર૯.૪૬ લાખ બારોબાર ઉપાડી જનારા બે ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસે પકડી લીધા હતા. હરીશ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર સંતોષ વિશનદાસ પંજવાણીએ જણાવ્યું હતું કે, તેમની કંપનીનું સીમકાર્ડ બંધ થઈ જતાં કોઈ ઈસમોએ યેનકેન રીતે આ નંબર મેળવી તેમની કંપનીના બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેકશન કરીને ર૯.૪૬ લાખ ઉપાડી ચિટીંગ કરી હતી. જે કેસમાં પોલીસે રાજસ્થાનના ભીલવાડા ખાતેથી આરોપીઓ વિક્રમસિંહ જીતેન્દ્રસિંહ ભાટી અને નરેન્દ્રસિંહ છોટુસિંહ રાવતને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.