ભુજાેડી હાઈવે પર વિદેશી શરાબની ૩૮ બોટલ સાથે ઈબ્રાહીમના બે પંટરીયા પકડાયા

0
47

એલ.સી.બી.એ માધાપર પાસે વોચ ગોઠવી : જથ્થાની આપ-લે થતી હતી તે વેળાએ જ ત્રાટકી

ભુજ : શહેર અને તાલુકામાં ઈબ્રાહીમના ઠેર ઠેર પોઈન્ટ ધમધમી રહ્યા છે તેમજ પોલીસને ગજવામાં લઈને ફરતો હોવાથી બણાંગો ફુકતા ઈબ્રાહીમના બે પંટરીયાઓને એલસીબીની ટીમે દબોચી લીધો હતો. માધાપર-ભુજાેડી હાઈવે પર શરાબની આપ-લે થાય તે વેળાએ જ પોલીસ ત્રાટકી હતી અને ૩૮ બોટલ અને બે વાહન સહિત બંનેને દબોચી લીધો હતો.

પશ્ચિમ કચ્છ એલસીબીની ટુકડી ભુજાેડી-માધાપર હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે માધાપર જુનાવાસમાં રહેતો રાકેશ મગનભાઈ આરદેસણા (પટેલ) પોતાના કબજાની એકસીસમાં વિદેશી શરાબનો જથ્થો મંગાવી વેંચાણ કરે છે, જેથી પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લેતા તેને જથ્થો આપી જનારો હાર્દિક ઉમેદગર ગોસ્વામીને દબોચી લેતા તેની પાસેથી પણ શરાબની બોટલ મળી આવી હતી. આમ બંને પાસેથી પોલીસે બ્લેન્ડર્સ પ્રાઈટ ૧૧ બોટલ કિંમત ૯૩પ૦, મેકડોવેલ વ્હીસ્કી નંગ રપ કિંમત ૯૩૭પ અને ઓલ સીઝન ગોલ્ડન કલેકશન બે બોટલ કિંમત ૧૦૪૦  તેમજ બે મોપેડ કિંમત પપ હજાર અને ત્રણ મોબાઈલ કિંમત ૪૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જથ્થો આપનાર તરીકે ઈબ્રાહીમ હાસમ કેવર (રહે. લોટસ કોલોની ભુજ)વાળાનું નામ ખુલતા તેને પકડી પાડવા ચક્રો ગતીમાન કરાયા હતા. નોંધનીય છે કે, હાર્દિક ગોસ્વામી સામે અગાઉ ભુજ શહેર એ, બી અને પદ્ધર તેમજ મુન્દ્રા પોલીસ મથકે અનેક કેસ નોંધાયેલા છે જયારે ઈબ્રાહીમ હાસમ કેવર લીસ્ટેડ બુટલેગર છે.

જયનગર પાસે પણ મોપેડથી ફરતા પંટરીયા ડિલીવરી બોય બન્યા

શહેરના કોલેજ રોડ, જયનગર, ગણેશનગર, હિલગાર્ડન વિસ્તારમાં ફરતા અનેક મોપેડ ચાલક યુવકો દારુની ડિલીવરી બોય બની ગયા છે. મુખ્ય બુટલેગર તરફથી અમુક બોટલો આ પંટરીયા યુવકોને આપી દેવાય છે જેઓ ડિલીવરી કરવાનું કામ કરે છે.