ધાવડાના બે શખ્સો ઓરિસ્સાથી ગાંજાે લઈ આવ્યા, પણ માધાપર પાસે પકડાઈ ગયા

0
87

મગફળી ભરેલી ટ્રકમાંથી ત્રણ કિલો ગાંજાે, વ્હિસ્કીની બે બોટલ, બિયરના ત્રણ ટી સહિતનો માલ મળ્યો : ભુજ એસઓજીએ રર લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભુજ:  માધાપર હાઈવે પર કારમાંથી ર.૮૦ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું તે કિસ્સો તાજાે છે ત્યાં ફરી એકવાર ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે માધાપર હાઈવે પરથી જ ટ્રકમાં ગાંજાે અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

વિધાનસભા ચૂંટણી અન્વયે રાજ્ય પોલીસ વડા દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ આ બદીને ડામવા માટે સૂચના આપતા એસપી સૌરભસિંગના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ વી.વી.ભોલા અને સ્ટાફના માણસો અને પ્રયત્નશીલ હતા એ દરમિયાન હેડકોન્સટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને બાતમી મળી કે, માધાપર ભુજ હાઈવે પર ગાયત્રી મોટર ગેરેજની બાજુમાં ખોજા કબ્રસ્તાનની સામે ઊભેલી ટ્રક નં.જીજે૧ર-બીએક્સ-૬૩૯૦ મા ગેરકાયદે રીતે ટ્રકની કેબીનમાં ગાંજાનો જથ્થો સંતાડીને રાખેલો છે જેથી રેડ કરતા આ વાહનમાંથી ૩૦ હજારની કિંમતનું ૩ કિલો ગાંજાે અને રોયલ સ્ટેજ વ્હીસ્કીની બે બોટલ અને કિંગ  ફિશર બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા. જેથી આરોપીઓ મોટા ધાવડાના દેવીસિંહ ભચલસિંહ સોઢા અને નાના ધાવડાના અનીલકુમાર વિઠ્ઠલદાસ સાધુ સામે પધ્ધર પોલીસમાં એનડીપીએસ અને પ્રોહિબિશનની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની પુછપરછમાં ગાંજાનો જથ્થો  તેઓ ઓરિસ્સાના બાલાંગડી ખાતેથી ખરીદીને લાવ્યા હોવાનું કહ્યું હતું. બન્ને જણા ટ્રાન્સપોર્ટેશનનું ધંધો કરતા હોવાથી ઓરિસ્સા ગયા હતા. જ્યાંથી ઈડર એપીએમસી માર્કેટ ખાતે ગયા અને ત્યાંથી પ૦૦ બોરી મગફળીની ભરી ભુજ જીઆઈડીસી ખાતે આવતા હતા. જેથી બન્ને ઈસમોને આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ વી.વી.ભોલા, એએસઆઈ ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ, હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, રજાકભાઈ સોતા, નરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઈ ગઢવી અને મહિપતસિંહ સોલંકી જાેડાયા હતા.