ખારસરા ગ્રાઉન્ડ પાસે ચાયની હોટેલ પર બે જૂથ બાખડયા, ચારને ઈજા

0
25

ભુજ એ ડિવિજન પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી

ભુજ : શહેરની ભાગોળે ખારસરા ગ્રાઉન્ડ પાસે મસ્જીદ નજીક ચાયની હોટેલ પાસે બે જુથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બંને જુથના ચાર જણાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મંગળવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં બે જૂથ વચ્ચે ખારસરા ગ્રાઉન્ડ પાસે ચાયની હોટેલ પર મારામારી થઈ હતી. ફકીરમામદ સમાએ હોસ્પિટલ ચોકીએ જાહેર કરેલી વિગતો મુજબ પોતે ચાયની હોટલ પર હતો ત્યારે સોહેલ ટાંક, સહેજાદ કેવર તથા અન્ય ત્રણ માણસો હોટેલ પર આવ્યા હતા અને સોહેલ પાસે હાથમાં ધારીયુ હતુ તેમજ અન્ય પાસે હાથમાં છરી હતી. સોહેલ પૈસાની માગણી કરતા હોટેલના ગલ્લામાં રહેલા ૧૭૦૦ રુપીયા લઈ ગયો હતો. મહેમુદ અજીજ સમા (ઉ.વ.ર૭)ને પાછળના ભાગે ગળામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો ત્યારે ઈમરાનને ડાબા હાથમાં માર માર્યો હતો જેથી બંનેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ, સોહેલ ટાંક અને તેના મિત્રને પણ હાથ-પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે ખસેડાયા હતા. એ ડિવિજન પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારી પાછળનું કારણ પૈસા પણ શેના !

બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં પૈસા મુળભુત કારણ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જો કે, આ પૈસા મોબાઈલના, એમ.ડી. ડ્રગ્સના કે વ્યાજના છે તે અંગે રહસ્ય ગુંટાઈ રહ્યું છે. પોલીસ તરફથી આકરી પુછપરી કરી ક્રોસીંગ કરાય તો હકીકતમાં શેના પૈસા માટે મારામારી થઈ તે બહાર આવી શકે તેમ છે.