નખત્રાણામાં ગાંજાના છોડવા અને ઉગેડી સીમમાં ગાંજા સાથે બે પકડાયા

0
41

૩૮૬ ગ્રામ જથ્થો, રપ છોડવા, પાંચ હજાર રોકડા અને બે મોબાઈલ સહિત ૭૮ હજારની મતા કબજે : સુરત-રાધનપુરનો શખ્સનું નામ ખુલ્યુ

ભુજ : પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ની ટુકડીએ નખત્રાણા માતાનામઢ હાઈવે પર આવેલા ઉગેડી ગામની સીમમાં હનુમાન ટેકરી પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખસને પકડી પાડયો હતો, જેની પુછપરછમાં નખત્રાણા શહેરમાં આવેલો એક શખસ પોતાની જગ્યાએ ગાંજાના છોડવાનું વાવેતર કર્યું હોવાનું પણ સામે આવ્યું હતુ. પોલીસે ૩૮૬ ગ્રામ જથ્થો, રપ છોડવા, પાંચ હજાર રોકડા અને બે મોબાઈલ સહિત ૭૮ હજારની મતા કબજે કરી હતી જયારે આ બનાવમાં સુરત-રાધનપુરનો શખ્સનું નામ ખુલ્યુ હતું.નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વીગતો મુજબ માતાનામઢ હાઈવે પર આવેલા ઉગેડી ગામની સીમમાં હનુમાન ટેકરી પાસેથી બાલકનાથ શીવગુરુ કૈલાશગુરુ (ઉ.વ.પર, હે. મુળ રતલામ એમ.પી., હાલે હનુમાન ટેકરી)વાળાને એસ.ઓ.જી.ની ટીમે પકડયો હતો, જયારે નખત્રાણા શહેરમાં દેવાંશી હોસ્પિટલ પાસેથી રાજેશ લાલજીભાઈ ભાટીયાના કબજામાંથી ગાંજાના છોડવાનું વાવેતર કરાયું હોવાનું સામે આવ્યું હતું, તો આ જથ્થો આપનાર તરીકે રાધનપુરના વિરપ્પનભાઈ અને સુરતના રેલવે ફાટક પાસેના એક અજાણયા શખ્સનું નામ ખુલ્યું હતું. એસ.ઓ.જી.ની ટીમે ૩૮૬ ગ્રામ ગાંજાનો જથ્થો, રપ છોડવા, પાંચ હજાર રોકડા અને બે મોબાઈલ મળી કુલ ૭૮૦૩૦ રુપીયાનો મુદ્દામાલ કબજે કરી નખત્રાણા પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.