મેઘપર કુંભારડીમાં ર મકાનમાંથી અઢી લાખનો હાથ ફેરો

0
34

શિક્ષકના ઘરમાંથી ર.૩૦ લાખ અને પડોશીના ઘરમાંથી ર હજાર ચોરાયા

અંજાર : તાલુકાના મેઘપર કુંભારડી ગામે બે મકાનમાં તસ્કરોએ ખાતર પાડીને અઢી લાખની માલ મતા તફડાવી હતી. મૂળ દિયોદરના અને હાલે મેઘપર કુંભારડીની બંસરીવિલા સોસાયટીમાં રહેતા અને ઝરૂ પ્રાથમિક શાળાના શિક્ષક વિશાલભાઈ નવીનચંદ્ર ઠક્કરે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ઘરે તાળુ મારીને વતન ગયા હતા. એ દરમિયાન પાછળથી તસ્કરોએ દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશી પત્નીનું ૧.૬૮ લાખનું મંગળસુત્ર તેમજ ૪ર હજારની ચેઈન, ૧૦ હજારના નજરીયા, ૧૦ હજારની બુટ્ટી મળી ર.૩૦ લાખની મતા ચોરાઈ હતી.તો બાજુમાં રહેતા કનકસિંહ વિક્રમસિંહ વાઘેલાના ઘરમાંથી પણ ર૦ હજારની રોકડ રકમ ચોરી જવાઈ હતી. જેથી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.