સુરતથી મુંદરા આવતી એસટી બસને નડ્યો ત્રિપલ અકસ્માતઃ ૧નું મોત

0
61

અમદાવાદ – કચ્છ હાઈવે પર હળવદના કાવડિયા નજીક મોડી રાત્રે બનેલી ઘટનામાં બસ, ટ્રક અને ટેન્કર અથડાતા ઘવાયેલા ૧૭ વ્યક્તિઓને સારવાર માટે ખસેડાયા

ભુજ : સુરતથી મુન્દ્રા આવતી સ્લીપર કોચ એસટી બસને હળવદના કાવડીયા પાસે મોડીરાત્રે અકસ્માત નડયો હતો. બસ, ટેન્કર અને ઈકો વચ્ચે સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતમાં એકનું મોત થવા સાથે ૧૭ લોકો ઘવાયા હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદ – કચ્છ હાઈવે પર હળવદ તાલુકાના કવાડિયા ગામ નજીક એસટી બસ, ટેન્કર અને ઇકો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. કવાડિયા ગામના પાટિયા નજીક એક ટ્રેલર પલટી મારી ગયું હોવાથી રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો જેના કારણે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ સુરતથી મુન્દ્રા જતી સ્લીપર કોચ એસટી બસ ટેન્કરમાં ઘૂસી ગઈ અને ઈકો કાર પણ ઝપટમાં આવી જતા ત્રણેય વાહનો ટકરાતા એક સાથે ૧૮ થી ર૦ લોકો ઘવાયા હતા. જેમાં ઇકોમાં સવાર સેજુમલ મુલચંદ જાંગીયાણી નામના ૬૫ વર્ષિય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોને હળવદ અને ધાંગધ્રા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જાેકે ગંભીર ઈજા થઈ હોવાથી અમુકને મોરબી તેમજ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં રજીયાબેન અલારખા, રસિકભાઈ રાજાભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, લલ્લારામ કુબારામ ચૌધરી, અમીનાબેન મોહમ્મદભાઈ જામ, નજમાબેન રફિકભાઈ, ચંદ્રેશભાઇ મગનભાઈ ચૌહાણ સહિતનાનો સમાવેશ થાય છે.