ગળપાદર હાઈવે પર વૃદ્ધાને કચડીને ટ્રેઈલર ચાલક ફરાર

0
172

ગાંધીધામ – મુંદરા નેશનલ હાઈવે પર બેફામ દોડતા વાહનોના કારણે વધુ એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં ગળપાદર સમીપે ટ્રેઈલર ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને એકટીવાને હડફેટમાં લેતા નણંદના દિકરા સાથે દવાખાને જતા ૬૬ વર્ષિય વસંતબેન ભીખાભાઈ રાઠોડ પરથી ટ્રેઈલરના પૈડા ફરી વળતાં ગંભીર ઈજાઓના કારણે મોત આંબી ગયું હતું. આ નેશનલ હાઈવે પર ગતિ મર્યાદાના નિયમો જળવાતા નથી. જેના કારણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોઈ લોકોએ પણ રોષ ઠાલવ્યો હતો.