ભુજમાં દશેરાના ઘરાકીને પહોંચી વળવા વેપારીઓએ તૈયારી આરંભી

0
25

જલેબી-ગાંઠિયાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાની વધારો કરાયો

ભુજ : વિજયાદશમીની ઉજવણીમાં રાવણદહન તો મુખ્ય છે જ. પરંતુ તેની સાથે જાે જલેબી-ગાંઠીયા આરોગવામાં ન આવે તો ઉજવણી અધુરી લાગે છે. દર વર્ષની જેમ આ વખતે પણ દશેરા નિમિતે કચ્છભરમાં રેકડીથી લઈને મીઠાઈ-ફરસાણની દુકાનોમાં વહેલી સવારથી જલેબી-ગાંઠીયા ખરીદવા લોકોની લાંબી કતારો જાેવા મળશે. દશેરાના એક જ દિવસમાં કચ્છમાં કરોડોના જલેબી-ગાંઠીયા લોકો આરોગી જતા હોય છે પરંતુ આ વખતે ૨૦ થી ૨૫ ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો કારણ કે તેલ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો ઝીકાતા  નાછૂટકે વેપારીઓને ભાવ વધારવા પળ્યા છે.  દશેરા નિમિતે જલેબી-ગાંઠીયા આરોગવાનું ચલણ હોવાથી વેપારીઓએ તો ગ્રાહકોના ઓર્ડર પુરા કરવા ગત રાત્રીથી જ તૈયારીઓ આરંભી દેશે. જિલ્લા મથક ભુજની વાત કરીએ તો, વહેલી સવારથી રેકડીઓ તેમજ દુકાનોમાં જલેબી-ગાંઠીયા ખરીદવા માટે લોકોની લાંબી કતારો લાગશે.

અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ફાફળાના ભાવ રૂા. ૩૦૦થી ૩પ૦ વચ્ચે હતા ત્યારબાદ તેલ તેમજ અન્ય સામગ્રીમાં વધારો થતાં ગાંઠીયાના ધંધાર્થીઓએ ભાવમાં વધારો ઝીંકીને રૂા. ૪૦૦થી ૪પ૦ કર્યા હતા. આ વર્ષે તેલના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ ધંધાર્થીઓએ રૂા. ૪૦૦ થી ૪પ૦ના ભાવ જ હજુ પણ રાખ્યા હોવાથી ગ્રાહકોમાં કચવાટ પણ ફેલાયો છે.