આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારોનો પણ રાફડો ફાટ્યો

0
68

ભુજ : પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણી પૂર્વે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. મુખ્ય રાજકીય પક્ષોની સાથે આજે અન્ય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ દાવેદારો પણ પોતાનું નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા. જેથી પ્રાંત અને મામલતદાર કચેરી દિવસભર રાજકીય પક્ષોના કાર્યકરોના આવાગમનથી ધમધમતી રહી હતી. મુખ્ય પક્ષોના મત તોડવા માટે કેટલાક અપક્ષો પાસેથી ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. શનિ અને રવિવારે રજા હોઈ દાવપેચ ખેલાયા હતા. જે બાદ આજે ઉમેદવારી પત્ર નોંધાવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. આજે સાંજે ૬ વાગ્યા સુધી કામગીરી ચાલુ રહેશે તે બાદ ચિત્ર સ્પષ્ટ થશે.