ગાંધીધામમાં સોનીની દુકાનમાંથી બે લાખના દાગીનાર ચોરનારા ત્રણ પકડાયા

0
76

ગાંધીધામ : શહેરના વોર્ડ નં. ૧૦ બી/સી વિસ્તારમાં સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક આવેલ સોનીની દુકાનમાંથી તસ્કરો ૧.૯ર લાખની કિંમતના દાગીનાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. અંજારના મહાદેવનગરમાં રહેતા જુગલ તનસુખ ગોદાવરીયા નામના યુવાનની સોભાગ્ય જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. ૩૦ તારીખે સવારે દુકાને આવતા શટર તુટેલું જોવા મળ્યું હતું. જેથી અંદર તપાસ કરતા સોનાની ૩૩ બુટી, ચાંદીની ર૦ પાયલ, ૪૮૦ વીટી, ચાંદીના ૧પ૦ વીછી, ચાંદીની ર૦ બંગળી, શ્રીફળ, સિંહાસન, બુટી, વેલા, ગુગરી, કંદોરા, પંજા, સાડીની પીન, ચાંદીના ઘર, રૂદ્રાક્ષ, પેન્ડલ, મંગળસુત્ર, હાર અને લેપટોપ સહિતના કુલ્લ ૧.૯ર લાખની માલમતા ચોરાઈ ગઈ હોવાનું જણાતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી, જે અનુસંધાને પોલીસે નવી સુંદરપુરીના સંદીપ ઉર્ફે ચાંદ લક્ષ્મણ બાણોલીયા, નરેશ ઉર્ફે કારો વાલજી મકવાણા, હિરેન યોગેશ મકવાણાની અટકાયત કરી તેઓ પાસેથી ચાંદીના તમામ દાગીના અને સ્કોર્પીયો કાર, સુઝુકી એકસેસ, મોબાઈલ મળી ૬.૮૬ લાખની માલમતા કબજે કરવામાં આવી છે.