શેખપીર પાસે કારમાં એમ.ડી.-ચરસની હેરાફેરી કરતા ભુજના ત્રણ પકડાયા

0
66

  • પશ્ચિમ કચ્છ પોલીસને સપ્તાહમાં બીજી સફળતા : મેફેડ્રોન ડ્રગ્સ-ચરસનો જથ્થો પકડાયો

૯૬ ગ્રામ ચરસ અને ૦.૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એસ.ઓ.જી.એ. ત્રણને દબોચી લીધા : જથ્થો આપનાર તરીકે એકનું નામ ખુલ્યું : ૭.રપ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સની બદીને નાસ કરવા માટે એક સપ્તાહ પુર્વે કરેલી કાર્યવાહી બાદ ગઈકાલે સાંજે વધુ એક સફળતા મળી છે. કારમાં ડ્રગ્સ અને ચરસની હેરાફેરી કરતા ત્રણ શખસોને શેખપીર પાસેથી દબોચી લીધા હતા. એસ.ઓ.જી.ની ટુકડીએ ભુજના ત્રણ શખસો પાસેથી ૯૬ ગ્રામ ચરસ અને ૦.૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી લીધા હતા, જયારે જથ્થો આપનાર તરીકે એકનું નામ ખુલ્યું હતું. ૭.રપ લાખનો મુદ્દામાલ કબજે કરી ચારેય સામે પદ્ધર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.એસ.ઓ.જી.ની ટુકડી પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે પદ્ધર પાસેથી શેખપીર-ભુજ તરફ આવી રહેલી મમલા નવાબની કારમાં ચરસ અને એમ.ડી.નો જથ્થો છે. એસ.ઓ.જી.ની ટીમે શેખપીર પાસે બાતમી વાળી કારને રોકાવી હતી. જીજે ૧ર એફ.સી. ૪૭૦૦ નંબરની સ્વીફટ કારમાં સવાર મામદ ઉર્ફે નવાબ ગુલામહુશેન સુમરા (બકાલી) (રહે. દાદુપીર રોડ ભુજ), આશીફ કાસમ સમેજા (ઉ.વ.ર૭, રહે. મેન્ટલ હોસ્પીટલ બાજુમાં ભુજ) અને દિનેશ લવકુમાર તિવારી (ઉ.વ.૩૭, રહે. ભુજીયા તળેટી ભુજ) વાળાની ઝડતી લીધી હતી. કારમાંથી ચરસ ં૯૬ૅૅ.૧ ગ્રામ કિંમત ૯૬૧૦૦ અને એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સ ૦.૭ ગ્રામ કિંમત ૭ હજારનો જથ્થો મળી આવ્યો હતો. ચરસના જથ્થા અંગે વધુ પુછપરછ કરતા તે માદક પદાર્થ આપનાર તરીકે સમીરભાઈ નામની કેફીયત આપી હતી. આમ, ત્રણેય જણા ચરસ થતા મેફેડ્રોનની જીજે ૧ર એફસી ૪૭૦૦ નંબરની કારમાં માદક પદાર્થની હેરફેર કરતા દબોચાઈ ગયા હતા. પોલીસે મમલા નવાબ પાસેથી બે મોબાઈલ ૧.૧૦ લાખ, આશીફ અને દિનેશ પાસેથી એક-એક મોબાઈલ અને પાંચ લાખની કાર મળી કુલ ૭,રપ,ર૭૦ રુપીયાનો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ.ની કલમ તળે પદ્ધર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.નોંધનીય છે કે, ગત સપ્તાહે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ની ટુકડીએ માધાપર હાઈવે પરથી એક શંકાસ્પદ કારને અટકાવી તેની ડોગ સ્કવોડથી ઝડતી લેતા ગીયર બોક્સમાં છુપાવેલો ર૮ ગ્રામ એમ.ડી.ના જથ્થા સાથે ત્રણ શખસોની અટકાયત કરી હતી, બાદમાં આ જથ્થો અમદાવાદના શખસોએ આપ્યો હોવાની કેફીયત આપતા એટીએસની ટુકડીએ અમદાવાદથી બે શખસોની અટકાયત કરી ભુજ પોલીસને સોંપ્યા હતા. આમ, એસ.ઓજીની ટુકડીએ બે સપ્તાહમાં જ વધુ એક એમ.ડી.ના કેસની સફળતા મળી છે.