રૂપિયા કમાવવા માટે ભુજમાં વાહન ચોરતી ટોળકીના ત્રણ સભ્યો સાણસામાં

0
41

ગેંગ સામે આઈપીસી ૪૦૧ ની કલમ તળે નોંધાયો ગુનો : સાત સ્થળોએથી કરી હતી ચોરી

ભુજ : શહેરમાં વાહન ચોરતી ટોળકીના ત્રણ સભ્યોને એલસીબીએ ઝડપી પાડી તેઓ સામે ગેંગની કલમ આઈપીસી ૪૦૧ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ એસપી સૌરભસિંઘે ભુજ શહેર વિસ્તારમાં વાહન ચોરતી ટોળકીના સભ્યો અને પકડાયેલા ઈસમો સામે કાર્યવાહીની સુચના આપતા એલસીબી પીઆઈ સંદીપસિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં સ્ટાફના એએસઆઈ જયેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ રાજલબેન માતાએ ફરિયાદ તૈયાર કરતા પીએસઆઈ આઈ. એચ. હિંગોરાએ સરકાર તરફે ફરિયાદી બની એ ડિવિજન પોલીસમાં ત્રણ બાઈક ચોરો સામે ગેંગની કલમો તળે ફરિયાદ દાખલ કરાવડાવી છે. આરોપીઓ હરસિદ્ધિ નગરમાં રહેતા સચિન ગૌતમભાઈ પાંડે, રઘુવંશીનગરના કૃણાલ ઉર્ફે કાનાભાઈ પ્રભુદાસ ઠક્કર અને ભચાઉના અસગર અલીમામદ કુંભારની એલસીબીના સુરજભાઈ વેગડા, નવીનકુમાર જાેશી સહિતના સ્ટાફે અટકાયત કરી એ ડિવિઝન પોલીસને કબજાે આપ્યો હતો. આરોપીઓ વાહનોની ચોરી કરી રૂપિયા કમાવવા માટે એક સંપ થઈ અલગ અલગ સ્થળોએથી પાંચ લાખના સાત વાહનોની ચોરી કરી હતી. તેઓ પાસેથી અગાઉ આ ચોરીનો મુદ્દામાલ રિકવર કરાયો હતો.