ગાંધીધામ અને અંતરજાળમાં એક જ દિવસમાં ત્રણ અપમૃત્યુ

0
52

સુંદરપુરી, ગોપાલપુરી અને રાજનગરમાં રહેતા યુવાનોએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીદંગી ટૂંકાવી

ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ અને આદિપુર સંકૂલમાં અપમૃત્યુની એક જ દિવસમાં ત્રણ ઘટનાઓ સામે આવી છે, જેમાં ત્રણ યુવાનોએ જીદંગીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.એ ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ સુંદરપુરી ધોબીઘાટમાં રહેતા ૩ર વર્ષિય હેમંત અરૂણભાઈ પાસવાન નામના યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર બપોરના સમયે ઓરડીમાં રસી વડે ફાંસો ખાઈ જીદંગી ટૂંકાવી લીધી હતી. તો બીજીતરફ ગોપાલપુરીમાં રહેતા ૪૦ વર્ષિય આરીફખાન મોહંમદખાન પઠાણ નામના યુવાને રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે દુપટ્ટા વડે પંખામાં લટકી ગઈ જીદંગીનો અંત આણી લીધો હતો. તો અંતરજાળના રાજનગરમાં રહેતા રપ વર્ષિય સલીમ આલીશા શેખ નામના યુવાને સાંજે ૪ વાગ્યાના અરસામાંં પોતાના ઘરે દુપટ્ટો પાઈપમાં બાંધીને મોતને વ્હાલુ કરી લીધું હતું. જેથી આદિપુર પોલીસમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો. ત્રણેય કિસ્સામાં લાશને પીએમ માટે રામબાગ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જયાં મામલતદારે આવી પંચનામુ કર્યું હતું.