અજરખપુરમાં ત્રિદિવસીય એલએલડીસી ફેસ્ટિવલ ઓફ મ્યુઝિકનો પ્રારંભ

0
26

પ્રથમ દિવસે વિવિધ રાજસ્થાની લોકગીતો તેમજ સુફીકલામ, મરાઠી ભજન રજૂ થયા

ભુજ : તાલુકાના અજરખપુર ખાતે આવેલા શ્રુજન સંચાલિત એલએલડીસી મ્યુઝિયમ દ્વારા એલએલડીસી ફેસ્ટિવલ ઓફ મ્યુઝીક ૨૦૨૨ની ધમાકેદાર શરૂઆત થઈ હતી. આ ત્રિદિવસીય મહોત્સવ એક અનોખો પ્રયાસ છ,ે જે આ ફેસ્ટિવલને વિશિષ્ટતા પ્રદાન કરે છે. ગઈકાલે સાંજે એક ઇતિહાસ રચાયો હતો, જેમાં રાજસ્થાની લોકસંગીત અને હિંદુસ્તાની ક્લાસિકલ અને વેસ્ટર્ન શૈલીનો સુભગ સમન્વય થયો હતો. 

રાજસ્થાનના માંગણીયાર પરંપરાના જાણીતા કલાકાર પિરૂખાન અને ગ્રુપ દ્વારા રાજસ્થાની લોકસંગીત રજૂ કરવામાં આવ્યુ હતું, જેમાં મુખ્ય ગાયક તરીકે પિરૂખાન જેમણે હાર્મોનિયમની સંગત સાથે વિવિધ રાજસ્થાની લોકગીતો તેમજ સૂફી કલામ રજૂ કર્યા હતા. એમને સહગાયક તરીકે મેહરાનખાને સાથ આપ્યો હતો. જ્યારે સુરેખાન અને ઘમશેખાન દ્વારા રાજસ્થાની પરંપરાગત ખરતાલ એ રંગ જમાવ્યો હતો. રિધમ સેકસનમાં ઢોલક પર ગુગરખાનની થાપીઓ એ આ સંગીતમય રચનાઓને તાલબદ્ધ  કરી હતી. તેઓને શ્રુજન એલએલડીસીના મેનેજિંગ ડાયરેક્ટર દીપેશભાઇ શ્રોફ અને પ્રીતિબેન શ્રોફ દ્વારા સન્માનિત કરાયા હતા.

બીજા ચરણમાં ગાયનના પારંગત એવા ગાયિકા ઈષિતા ચક્રવર્તીના ગ્રુપને ઈષિતા ચક્રવર્તી ક્વાર્ટરેટ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ચાર દિગ્ગજ કલાકારો વડે સંગીત પીરસવામાં આવ્યું હતું. ખુદ ઈષિતા ચક્રવર્તી જે શાસ્ત્રીય અને વેસ્ટર્ન સંગીતના જાણકાર ગાયિકા છે. તેમના વડે હિન્દી, તામિલ અને મરાઠી ભજન અભંગ અને લોક ગીતોને એકદમ અનોખા રૂપમાં પ્રસ્તુત કરાયા હતા. જ્યારે પ્રતિક શ્રીવાસ્તવ જે ભારતના ગણ્યા ગાંઠયા સરોદવાદકોમાંના એક છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને છાજે તેવું વાદન કર્યું હતું. તેમની સાથે સંબીત ચેટરજી જેઓએ ડ્રમ અને બીજા તાલવાદ્યો વડે સંગત કરી હતી. જ્યારે જાણીતા કલાકાર આદિલ રશીદ દ્વારા એકોસ્ટિક ગિટાર થી વેસ્ટર્ન સંગીતનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેઓને શ્રોફ પરિવારના ક્રિશનીબેન શ્રોફ દ્વારા સન્માનિત કરાયા હતા.

એલએલડીસી અજરખપુર ખાતે આ કાર્યક્રમને માણવા માટે જનમેદની ઉમટી પડી હતી અને આ અનોખા પ્રયોગને સૌ કોઈ પ્રેક્ષકોએ વધાવ્યો હતો. તા. ૯ના કલવારસો ટ્રસ્ટના કલાકારો દ્વારા કચ્છનું પરંપરાગત સંગીત અને “સેડોઅનેલાઇટ”ના અનિંદો બોઝ અને પવિત્રાચારી ગ્રુપ કંટેમ્પરરી ફ્યૂઝન રજૂ કરશે. જ્યારે તા. ૧૦ના મહોત્સવના અંતિમ દિને કચ્છના જાણીતા કલાકાર મૂરાલાલા મારવાડા અને તેમના ગ્રૂપ દ્વારા કબીરવાણી અને લોક સંગીત રજૂ કરવામાં  આવશે. જ્યારે બીજા ચરણમાં જાણીતા ગાયક અને ગીત લેખક કે જેઓિં હદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગાંધર્વ મહાવિદ્યાલય, દિલ્લીથી પ્રશિક્ષિત છે એવા હરપ્રીતસિંઘ સૂફી સંગીત રજૂ કરશે.

કચ્છના પરંપરાગત લોક સંગીતકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે યોજાનાર આ કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓ બહોળી સંખ્યામાં જાેડાય તેવી અપીલ છે. આ માટેના ઓનલાઈન પાસ એલએલડીસીની વેબસાઈટ ઃ ુુુ. જરિેદ્ઘટ્ઠહઙ્મઙ્મઙ્ઘષ્ઠ. ર્ખ્તિ  પરથી મેળવી શકાય છે.