મંદિરના બાંધકામ માટે દાનમાં આપેલી રકમ પરત લેવા મુદ્દે ડખ્ખો વકર્યો

0
61

આદિપુરમાં થઈ મારામારી : વોઈસ રેકોર્ડ વોટસઅપમાં મોકલી બદનામી કરાઈ

આદિપુર : મંદિરના બાંધકામ માટે દાનમાં આપેલી રકમ પરત લેવા મુદ્દે આદિપુરમાં ડખ્ખો વકરતા મારામારી થઈ હતી, જે અંગે ચાર આરોપીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે.ફરિયાદી ભરત ગોપાલભાઈ બાજીગરે આરોપીઓ ભરત રામા બાજીગર, લીલીબેન રામા બાજીગર, રોહિત ભરત બાજીગર અને રવિના નટ્ટ સામે ફરિયાદ લખાવતા જણાવ્યું કે, આરોપી ભરતે સમાજના હનુમાનજી મંદિરના બાંધકામ માટે દાનમાં આપેલી રકમ પરત મેળવવા ફરિયાદીના પરિવારને સમાજના લોકો સાથે વાત કરવા કહ્યું હતું જેથી ફરિયાદીએ આ વાત સમાજમાં નહીં કરાય તેવું કહેતા આરોપીએ તેના પિતા ફોન કરી ગાળો આપી, ઘરે આવી ફરિયાદીના પિતા ગોપાલભાઈ, દાદા ચંદુભાઈને ગાળો આપી પંચ વડે માર માર્યો હતો, તેમજ સમાજના વોટસઅપ ગ્રુપમાં ફરિયાદીના પરિવાર વિશે ગાળો વાળી વોઈસ રેકોર્ડીંગ મુકી બદનામી કરી હતી. જે બાદ ફરી ઘરે આવી માતા શોભાબેન અને દાદી જશોદાબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.