૧માંથી તો છુટકારો નથી ત્યાં બીજી પનોતી આવી પહોંચીઃ પૂર્વ કચ્છના ખાખીબેડાનો કચવાટ

0
26

  • ડીએસપીશ્રી તો મારા મિત્ર છે..! સમજોને મારા ખિચ્ચામાં જ છે..! કોણે મારી આવી શેખી?

આઠ વર્ષથી કચ્છમાં પડી પાથરી સાડાસાતીની એક પનોતીથી સંપૂર્ણ કચ્છ મુકત નથી બન્યું ત્યા ધંધાદારીઓ સાથે સેટીંગ કરીને ઉચ્ચ અધિકારીઓના નામો વટાવી, તેમને અગાઉની જેમ જ ઉલ્ટાચશ્મા પહેરાવીને કરોડોની આવક રડી લેવાની લ્હાયવાળા વધુ એક ખાખીના (વહીવટદાર) પનોતી પૂર્વ કચ્છમાં ઉતરી આવ્યાની ચકચાર

આઠ વર્ષવાળી પનોતીનો પડછાયો કચ્છ પરથી હજુ’ય ઉઠયો જ નથી..! આઈજીશ્રી શું જોઈ ગયા છે કે આ પનોતીને છુટો નથી કરતા? : હવે આઠ વર્ષવાળી તથા નવી પનોતી મળીને જેસીબીથી જ પૂર્વ કચ્છને કેમ લુંટવુ તેનુ બેઠકો યોજી ઘડી ચૂકયા છે માસ્ટર પ્લાન

આ નવી આવેલ ૫નોતી એલસીબી અથવા એસ.ઓ.જી.માં ગોઠવાઈ જવાની ડંફાસો મારે છે. તો હવે કોની વિકેટ ખેરવાશે ? એલસીબી કે એસ.ઓ.જી.ની ?

સ્થાનીક પોલીસ મથકોના નિદોર્ષ અધિકારી-કર્મીઓની વેદના : એકબાજુ પનોતીઓ સમાન ભ્રષ્ટચારી બની બેઠેલા વહીવટદારો ધંધાઓ ચાલુ કરાવવા દબાણ કરે, તે ધંધાઓમાથી સ્થાનિકવાળાઓને તો કંઈ મળે કે નહી પરંતુ ધંધા ચાલુ થતા જ વિજિલન્સ, એસએમસી, સીઆઈડી જેવી એજન્સીઓ અહી ત્રાટકી જાય તો સસ્પેન્ડ થવાનો વારો તો ચોકકસથી સ્થાનિકનો જ આવી જાય છે, અને જો ધંધાઓ ચાલુ ન કરે તો પનોતી સમાન બની બેઠેલા વહીવટદારો ઉચ્ચ અધિકારીઓને કાનભંભેરણીઓ કરીને સ્થાનિક પોલીસ મથકોવાળા અધિકારીઓને હેરાન-પેરશાન કરી દે છે, આવામાં સ્થાનિક પોલીસ મથકવાળા જાયે તો જાયે કયાં..? સ્થાનિક પોલીસ મથકવાળા અધિકારીઓને તો એક બાજુ કુવો તો બીજીતરફ ખાંઈની જેમ બન્ને બાજુ મુસીબત વેઠવાનો જ આવે છે વારો..!

ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છના ખાખી બેડા પરથી એક પનોતી તો ગઈ નથી ત્યાં બીજી આવી પહોચી હોવાની ચર્ચાઓ અને વેદનાઓ તેજ બની રહી છે. આ બાબતે જાણકારવર્ગમાં થતી ચર્ચાઓની જો વાત કરીએ તો હાલમાં પૂર્વમાં આઠ વર્ષવાળી પનોતી તો ગઈ નથી અને ત્યાં હવે બીજી આવી પહોચી છે. કયા પોલીસ સ્ટેશનમાંથી કેટલી આવક અને તે કયા ધંધાઓ પેટે હપ્તાના સ્વરૂપમાં લેવી અથવા તો કયાં ભાગીદાર કરવી તેની રજેરજની માહીતીઓ આ નવી પનોતી મેળવી રહી છે અને સાથોસાથ જ ફાંકાખોરી પણ આ નવી પનોતી કરી રહી છે, તે બધાયને કહેતી ફરે છે કે, ડીએસપી તો મારા ખીચ્ચામાં છે તેમ જ બધાય સમજો, મે સાહેબની સાથે લાંબા સમય સુધી નોકરી અને સેવાઓ બજાવેલી છે.અમે જે જિલ્લામાં સાથે હતા ત્યાં કોલસાની ખાણો હતો તેમાં આ પનોતી મોટાભાગનાઓની સાથે ભાગીદારી કરી નાખી હતી. જે રીતે કચ્છમાં આઠ વર્ષવાળી પનોતીએ મોટા સાહેબોને ઉલ્ટા ચશ્મા પહેરાવે રાખ્યા તેમ હવે આ નવી આવેલી પનોતી પણ આ જ રીતે વિચારી રહી હોવાનુ કહેવાય છે. મનાય છે કે,આ નવી પનેાતી અગાઉની આઠ વર્ષવાળી પનેાતી સાથે બેઠકો-મીટીંગો કરીને કેવી રીતે પૂર્વ કચ્છનુ હવે લુંટી શકાય તે માટે જેસીબી સાથે કેમ ઉસેડવુ, ભેગુ કરવુ તેના જ આયોજનો કરી રહયા હોવાનુ મનાય છે.જાણકારો તો એમ પણ કહી રહ્યા છે કે, હાલમાં આ બન્ને પનોતી સાથે મળીને પૂર્વને કેમ લુંટવુ તેવો માસ્ટરપ્લાન ઘડી રહ્યા છે. પરંતુ અહી મજાની વાત એ છે કે, આ પનોતીઓને કદાચ ખબર નહી હોય કે, અગાઉ આવો જ પ્લાન અમુક ભ્રષ્ટ ખાખીધારીઓએ સિન્ડીકેટ બનાવીને સાહેબને ઉંધા ચશ્મા પહેરાવેલ અને તે સાહેબની હાલત હવે એવી થઈ છે કે, તેઓની બદલી ગાંધીધામમાથી એવી જગ્યાએ કરવામાં આવી છે કે, ન ચેમ્બર તેઓને નશીબ થઈ છે કે ન તો કેાઈ કર્મચારઓ પણ મળી શકયા..? ન માત્ર એટલુ જ પણ આવી ગુમનામ-બદનામીવાળી જગ્યાએ આ સાહેબને જવાની નોબત આવી અને ખુદનું ભવિષ્ય પણ આ સાહેબે આઠ વર્ષની પનોતીવાળા થકી રૂંધી નાખ્યુ હોવાની સ્થિતીમાં આવી ગયા છે. હવે જુની અને નવી પનોતી બન્ને સાથે મળી અને વર્તમાના સાહેબને ઉંધા ચશ્મા પહેરાવાવના પેંતરા ગોઠવી રહયા હોવાનુ કહેવાય છે. જાણકારો આ તબક્કે લાલબત્તી ધરતા કહી રહ્યા છે કે, જો સાહેબ હવે આ પનોતીઓના ભરોસે કંઈક પણ લક્ષ્મીજીના દર્શનનો આશરો લેશે તો તે લક્ષ્મી નહી પણ અસુરી શકિત જ હશે તેવી ભીતી પણ સેવી રહ્યા છે. પનેાતીઓના આશરે ભેગુ કરેલ આસુરી શકિત જ બની જાય છે તે નાણા બાદમાં ખાનારા અધિકારીઓને કચ્છમાં રહેવા પણ નથી દેતા તેનો લાંબા ઈતિહાસ રહેલો છે. એટલે પનોતીઓના ભરોસે મેળવાતા નાણાથી સાહેબોના ભવિષ્યને પણ નુકસાન થતુ જ હોય છે તે પણ યાદ રાખવું જોઈએ. તેના પાછળનું કારણ કે, અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલ, વિજિલન્સ કે સીઆઈડી ક્રાઈમ જેવી જાગૃત એજન્સી અને કટિબદ્ધ તેમાં અધિકારીઓ ન હતા, અને તેમાંય ગૃહમંત્રી હર્ષ સંઘવી જેવા જાગૃત લોકસેવક ન હતા. હવે તો આ બધાયની ટીમ કેાઈ પણ ફરીયાદ જાય એટલે તેને ગંભીરતાથી લઈ અને તુરંત જ પગલા તેની સામે લેવામાં આવે છે. દાખલો જોવો સમજાવે હાય તો દુર જવાની જરૂર નથી પરંતુ કંડલા પોર્ટ આવતી વસ્તુઓમાથી જે રીતે પૂર્વ કચ્છમાં ચોરીઓ થતી અને કરોડોના ભંગારના વાડાઓમાં આ માલ સંગ્રહીને રાખવામાં આવતો હતો, તેની ફરીયાદ ગૃહમંત્રી કક્ષાએ થવા પામતા જ આ ચોરતત્વો અને ખાખીના ભ્રષ્ટ બની બેઠેલાઓને શ્રી સંઘવીએ તે વખતે ધોળા દીવસે તારા દેખાડી દીધા હતા.તેઓએ તુરંત જ પગલા લેવડાવાયા અને આ ચોરી નહિવત સમાન જ રહી ગઈ છે. નોધનીય છે કે, પનોતીનો ભરોસો કરનારા શ્રી પાટીલને તો તેમની કરતુત પ્રમાણે પોતાનું સ્થાન હાલમાં જોવા મળી જ ગયુ છે, એટલે વર્તમાન સાહેબ તો આવી ભુલ નહી કરે તે સ્પષ્ટ માની શકાય તેમ છે. તેમ છતા પણ નાણાની લાલચમાં આવી જઈને કઈ ભુલ કરી બેસશે તો પસ્તાવાનો વારો પણ આવી જશે. અને ભ્રષ્ટાચારીઓનું તો કઈ પણ જવાનુ જ નથી.આ બાબતે અંતરંગ વર્તુળોની વાત માનીએ તો નવી પનોતી જે આવી છે તે સુરેન્દ્રનગર સમજીને પૂર્વ કચ્છ જેવા સારા વિસ્તારમાં-જિલ્લામાં આવ્યા છે. નવી આવેલી પનેાતી તો કહે છે કે, સાહેબ મારા મિત્ર છે અને તેમને જ મારી બદલી કરાવી આપી છે તેવી પણ સેખી આ નવી પનોતી મારી રહી હોવાનુ ચર્ચાય છે. જાણકારવર્ગ અહી વોર્નિગ બેલ સાથે કહી રહયો છે કે, જો ખરેખર સાહેબ જ લાવ્યા હોય તો ભુલ ન કરવી જોઈએ. અને સારી વ્યકિત તથા કોઠાસૂઝવાળા હોય તેમનાથી એ મુજબનુ સારામાં સારૂ કામ લેવુ જોઈએ. જો જો, સાહેબ ભરોસો રાખીને લાવ્યા હો તો ભરોસાની ભેંસ કયાંક પાડો ન જણી જાય..! છેતરાઈ ન જવાય તેની તકેદારી પુરેપુરી રાખજો સાહેબ.

હવે સમય બદલાઈ ગયો છે, ગૃહમંત્રીશ્રી-વિજિલન્સ-રોયની ટીમ છે એલર્ટ..!
ગાંધીધામ : બીજીતરફ હવે સમય બદલાઈ ગયો છે. રાજયના યુવા ગૃહમંત્રી ખુબજ ચબરાક, જાગૃત, સતર્ક છે. ઠેર-ઠેર સીધા ખુદ સંપર્કમાં રહેલા છે. અધિકારી માત્ર નહી પણ પ્રજાના પણ સંપર્કમાં છે વર્તમાન ગૃહમંત્રી. કચ્છમાં તેઓકંઈ પણ ખોટુ થવા દે તેમ હવે દેખાતુ જ નથી. આ ઉપરાંત વિજિલન્સ સ્ટેટ મોનીટરીંગ સેલ પણ જાગૃત છે અને તેમાં શ્રિ રોય જેવા જાબાંજ અધિકારી મુકાયેલા છે. તેઓની તટસ્થ કામગીરીનો દાખલો તાજેતરમાં જ અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેનો સ્ટાફ જુગાર રમતા હતા અને ત્યાં જઈને પકડી પાડેલ અને ગુજરાત પેાલીસને આ ઘટનાથી સંદેશ જ અપાઈ ગયો છેકે, ભ્રષ્ટાચારી અધિકારીઓ માતેલા સાંઢ ન બનજો, શેરની માથે સવાસેર હોય જ છે.

  • આઠ વર્ષવાળી પનોતીનો ભરોસો કરનાર

ભુતપૂર્વ ડીએસપીશ્રી પાટીલ પણ બહુ હવામાં ઉડતા હતા, હવે પસ્તાય છે..!
ગાંધીધામ : ખાખીના બેડામાં જે કચવાટ ચાલી રહ્યા છે તે અનુસાર એક વાત એવી પણ છે કે, આ પહેલાના ડીએસપીશ્રી પાટીલ પણ આઠ વર્ષવાળી પનોતીના ભરોસે ખુબ જ હવામાં ઉડતા હતા. કોઈને ખબર ન હોતી પડતી પરંતુ જયારે તેઓની આંખ ઉઘડી ત્યા સુધીમાં તો તેમના માટે નવુ કાર્યાલય ખુલી ગયું અને હાલમાં ત્યા સેવા કરી રહ્યા છે. ને સાથોસાથ જ પસ્તાવો પણ ભોગવી રહ્યા છે. પનોતીઓનો વધુ ભરોસો કર્યો તો ગાંધીનગર ભેગા થવાની ફરજ પડી ગઈ છે.

– તો સમજી લેવુ કે, પૂર્વ કચ્છમાં નવી પનોતીએ જેસીબી ચાલુ કર્યું..!
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એક પનોતી ગઈ નથી ત્યાં બીજી આવી ગઈ હોવાની ચકચાર વખતે જાણકારો કહી રહ્યા છે કે, પાછલા થોડા સમયથી અહી ધંધાવાળાઓથી શાંતિ થવા પામી ગઈ હતી. પરંતુ હવે નવી પનોતી આવી જતા એલસીબી પીઆઈ કેટલા દીવસ રહેશે? આ ભ્રષ્ટાચાર ભાઈ એટલે કે નવી પનોતી જો ગોઠવાઈ જાય તો થોડા સમયથી અહી શાંતી થવા પામી હતી તે ફરીને ભંગ થશે. આ વિસ્તારમાં બુટલેગરો ફરીથી માથું ઉચકે તો સમજી લેવાનુ કે, નવી પનોતીએ જેસીબી લઈને ઉશેડવા જ આવ્યા છે. તેને કોઈ રોકી નહી શકે. અને એક પનોતી આઠ વર્ષથી લોહીચુસણા કરતી હતી જે હજુય ગઈ નથી ત્યાં તો બીજી આવી ગઈ હોવાનો ખાખીનો કચવાટ પણ અહી સાચો જ ઠરતો કહી શકાશે. ઉપરાંત આ નવી પનોતી કેટલા દીવસ સામ્રાજય ચલાવે છે અને કોનો ભોગ લે છે તે તો આવતા દિવસો જ બતાવશે.