લોહી અપાવીને કોઈ ની જિંદગીના ભાગીદાર બનવાથી મોટું કોઈ પુણ્ય ન હોઈ શકે-વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્ય

0
29

લોકસેવા માટે રેડક્રોસ સોસાયટીએ ખૂબ મોટી વ્યવસ્થા કરી છે- સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

વિધાનસભાના અધ્યક્ષાશ્રીની ઉપસ્થિતિમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંક ભવન અને બ્લડ બેન્ક વાનનું લોકાર્પણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત માતુશ્રી અમરભાઈ ભીમજી કરશન રાઘવાણી બ્લડ બેન્ક ભવન અને બ્લડ બેન્ક વાનનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આપણે લોહી અપાવીને કોઇની જીંદગીના ભાગીદાર બનવુ જોઈએ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડની સેવા આપવામાં આવે છે તે બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. આ સોસાયટી છેવાડાના માનવીની પણ આ જરૂરિયાત પૂરી થાય તે માટે અવિરત કાર્ય કરે છે. આ તકે તેઓએ દાતાશ્રીઓનું શાલ અને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું

આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકોની સેવા માટે રેડક્રોસ સોસાયટીએ ખૂબ જ મોટી ઉભી વ્યવસ્થા કરી છે, જે નાગરિકો માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની આ સુચારુ વ્યવસ્થા બદલ સાંસદશ્રીએ ધન્યવાદ આપ્યાં હતાં

પ્રાસંગિક પ્રવચનમાં ડો. ભાવેશભાઈ આચાર્યએ કહ્યું હતું કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે મેં છ વર્ષ સેવા આપી છે તેમાં તાલુકે તાલુકામાં બ્લડ બેંકનું નિર્માણ કરીને લોકોની સેવામાં ભાગીદાર બન્યા છીએ આ તકે મુખ્ય દાતાશ્રી લક્ષ્મણભાઈ રાઘવાણીના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ ઠક્કર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી કલાવતીબેન જોષી, સરહદ ડેરી ચેરમેનશ્રી વલ્લભભાઈ હુંબલ,

અગ્રણીશ્રી કેશુભાઈ પટેલ,પૂર્વ સાંસદશ્રી પુષ્પદાનભાઈ ગઢવી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છના ચેરમેનશ્રી અરૂણ જૈન, વાઇસ ચેરમેનશ્રી વિમલ મહેતા, ખજાનચીશ્રી સંજય ઉપાધ્યાય, સેક્રેટરીશ્રી મીરા સાવલિયા, નગરસેવકો સર્વશ્રી મનુભા જાડેજા, મનિષાબેન સોલંકી, બિંદિયાબેન ઠક્કર,અભય શાહ, સિવિલ સર્જનશ્રી ડો. કશ્યપ બુચ, અગ્રણી સર્વશ્રી મુકેશ ચંદે, કિરણ ગણાત્રા, ધીરેન ઠક્કર, રમેશ મહેશ્વરી, રજનીભાઈ, ડો,. અલકા રાય., સહદેવસિંહ જાડેજા તેમજ સર્વ રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રીઓ અગ્રણીશ્રીઓ બ્લડ બેન્ક સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.