-તો જ કચ્છ સહિત રાજયની નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર અટકે

એકા’દ ભ્રષ્ટ ચીફ ઓફિસરને જેલ ભેગા કરો

અમુક ભ્રષ્ટાચારી ચીફ ઓફિસરો તો ફરી-ફરીને એક જ સ્થાને ગોઠવાઈ જાય છે, ભ્રષ્ટાચાર આચરીને આવા ચીફ ઓફિસર એટલા મજબુત બની જાય છે કે પૈસાના જોરે તે બધાને ખીસ્સામાં રાખતા ફરે છે

અમુક ચીફ ઓફિસર તો અઠવાડીયામાં ત્રણથી ચાર દિવસ જ રહે છે ફરજ પર હાજર : ભાગબટાઈ ધરાવતા પ્રમુખ
સહિતનાઓ પણ પુછે શેનું..કે સાહેબ આટલા દિવસ કયાં હતા ગેરહાજર? : વતને જતા આવા ચીફ ઓફિસરોની ટોલનાકા પર એસીબીએ ચકાસવી જોઈએ ગાડીમાં રહેલી સુટકેશ : એકાદ ચીફ ઓફિસર, આરટીઓ અધિકારી તથા અમુક નાયબ કલેકટરની ક્રોસ ચકાસણીઓ થાય તો ભ્રષ્ટાચારના નાણાના કોથરાઓ સાથે આબાદ ઝડપાય ભ્રષ્ટબાબુ..! : જાણકારોની લાલબત્તી

ગાંધીધામમાં ઉપપ્રમુખશ્રી જે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડી રહ્યા છે તેમને પ્રજાજનો પણ ચો તરફથી શાબાસી આપી રહ્યા છે ત્યારે ભાજપ પાર્ટીએ તેમને ધન્યવાદ આપવા જોઈએ : એક તો તેઓ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડે છે અને ભાજપના જવાબદારો પણ તેમની વાતને બરાબર ધ્યાને લઈ લાપરવાઓ સામે પગલા લેવાની સુચના પણ આપી રહ્યા છે તાજેતરમાં બનેલા બનાવો પરથી કડક તપાસ થશે તો ચીફ ઓફિસરને જેલમાં જવાનો નવો દાખલો બને તો નવાઈ નહીં !

હજુ તો આખાય કચ્છની બધી જ નગરપાલિકાઓ ફરી ચૂકેલ અને ફટાકડી રાખી ખુદને સિંઘમ ચીફ ઓફિસર તરીકે ઓળખાવતા ભ્રષ્ટ બાબુ કચ્છમાથી ગયા જ છે કે ત્યાં તો ગાંધીનગરમાં સચિવાયલમાં ગૃહવિભાગમાં મોટી ઓળખાણ ધરાવતા અને સફાઈના ઠેકાથી લઈ અને અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના કૌભાંડોમાં ચકચારી રહેલા મહાશય ફરી કચ્છમાં જ આવી પહોચતા ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો

ગાંધીધામ : રાજય સરકાર દ્વારા તાજેતરમા જ ગુજરાતની નગરપાલીકાના મુખ્ય કારોબારી અધિકારી-ચીફ ઓફીસરની એક મંથન બેઠક યોજી હતી. આ બેઠકમા શહેરોમાં વિકાસકામોની મંદ ગતિઓને લઈને જાટકણીઓ કાઢવામા આવી હોવાનુ બહાર આવ્યુ છે. મંથર ગતીએ ચાલી રહેલા વિકાસકામોને વેગ આપવા સરકાર તબક્કેથી આદેશો અપાયા છે ત્યારે બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, કચ્છ સહિત રાજયભરની નગરપાલીકાઓને ભ્રષ્ટાચારના ભોરીંગને ડામવો હોય તો એકાદ ચીફ ઓફીસરને ભ્રષ્ટાચાર સબબના ગુન્હામાં જેલના સળીયા ગણતા કરી દેવો જ જોઈએ. અમુક ચીફ ઓફીસર ફરી ફરીને મનગમતી એકની એક જગ્યાએ ગોઠવાઈ જતા રહે છે. ભ્રષ્ટાચાર કરીને આવા તત્વો એટલા મજબુત બની જાય છે કે પૈસાના જોરે બધાને ખીસ્સામાં રાખતા ફરે છે. એટલે સુધી મજબુત થઈ જાય છે કે, પોતાની ફરજ પર પણ હાજર રહેતા નથી. અઠવાડીયામાં ચાર દીવસ પણ હાજર રહેતા નથી. શુક્રવાર થાયને બપોર પછી નીકળી જાય પોતાના વતનમા અને મંગળવારે પાછા ફરજ પર આવે અને તેમને પુછે તો પણ કોણ પુછે? કોણ તેમને કહે કે સાહેબ આટલા બધા દીવસ ગેરહાજર કેમ રહ્યા? પ્રમુખ પણ તેમનાથી માહીતી ન માંગે..ભ્રષ્ટાચારમાં મોટાભાગે ભાગબટાઈમા સાથીદારો હોય તો કેવી રીતે પુછે? જાણકારો દ્વારા તો એવો પણ સુચક ઈશારો કરવામાં આવે છે કે, જયારે આવા ચીફ ઓફીસર તેમના વતને જાય છે ત્યારે તેમની શુટકેશ ચેક કરવાની જરૂરી છે. એસીબી જો આ બાબતે વોચ રાખી છટકુ ગોઠવે તો ચોકકસથી તેઓને મોટો દલ્લો આવા ભ્રષ્ટ બાબુઓના શુટકેશમાથી જ મળી જ આવે તેમ છે. એ પછી મુખ્ય કારોબારી અધિકારી ચીફ ઓફીસર હોય, આરટીઓ હોય કે પછી અમુક નાયબ કલેકટર જ કેમ ન હોય.! જયારે જયારે આવા અધિકારીઓ તેમના વતન જાય છે ત્યારે તેમનો સામન ચેક કરવામા આવશે તો મોટી રકમો તેઓ પોતાના વતનમા લઈ જતા હોવાનુ દેખાશે. આવા તત્વો માટે ભ્રષ્ટાચાર તો ફેશન બની ગઈ છે અને ખુલ્લી અને ચાલુ કચેરીએ પણ આવા નાણા લેતા વાર કરતા નથી.ચીફ એાફીસરની તો જયાથી બદલી થઈ હોય ત્યા તેને પરત તે જિલ્લામાં મુકવાની ભુલ કરવી જ ન જોઈએ. ભ્રષ્ટાચારના નાણાથી ફાટીને ફુલેકે ચડી ગયા છે અવા ચીફ ઓફીસર. તેમને ખુલ્લા પાડો અને જેલ ભેગા જ કરવા જોઈએ. તો જ નગરપાલિકાના વહીવટીમાં કઈક સુધારો આવી શકશે. ગટરલાઈનના એકના એક કામના પેટે અનેક વખત બીલો બની જાય, ચુકવાઈ જાય છતા ગટરલાઈન એકવાર પણ પડી ન હોય..! આવી જ રીતે પાણીની લાઈનોના કામો માત્ર કાગળ પર જ દર્શાવાય અને તેના પણ બીલો બની જાય છે તો વળી રોડ-રસ્તામાં પણ આ જ રીતે ચલકચલાણાઓ ચાલતા રહે છે. સારા રોડ તોડીને ફરીથી બનાવાય છે અને જે ખખડધજ રસ્તા છે તેની પરવા શુદ્ધા પણ કરવામા આવતી નથી. રોડમા તો સફાઈ કામદાર જાડુથી સફાઈ કરે તો પણ રસ્તામાથી કાંકરી નીકળી જાય આવા નબળા કામો રોડના થાય છે.આ તમામ કામોની તકેદારી સરકાર તરફથી રાખવાની જવાબદારી ચીફ ઓફીસરની થાય છે. આવા કામો અને તેના પેટેના બીલો મંજુર કરવા કે નહી, તેની ટેકનીકલ ચકાસણીઓ, ટેન્ડર અનુસારના કામો થયા છે કે નહી તે ક્રોસ વેરીફીકેશન કરવાની જવાબદારી ચીફ ઓફીસરની બને છે. પદાધિકારીઓ તો પ્રજાની માંગ અનુસાર કામોની ડીમાન્ડ દર્શાવતા હોય પણ તે મંજુર જ કરી દેવા તેવુ નથી હોતુ. ચીફ ઓફીસરની તેમા મોટી જવાબદારી બની રહે છે. એટલે જયા સુધી એકાદ ચીફ એાફીસરને ભ્રષ્ટાચારના કેસમાં ફીટ નહી કરવામા આવે ત્યા સુધી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાવાળો તાલ સતત થતો જ રહેશે તેેમ જાણકારો માની રહ્યા છે.

કચ્છમાંથી બદલાયેલા ચીફ ઓફીસરની મિલ્કતો ચકાસો : તો કરોડોની રોકડીનો થાય પર્દાફાશ
ગાંધીધામ : શહેરી વિસ્તારમાં માળખાગત સુવિધાના વિકાસ માટે સરકાર અનેક પ્રયાસો કરે છે પણ ચીફ ઓફીસર જેવા જવાબદાર અધિકારીઓ જ ભ્રષ્ટ સિન્ડીકેટનો ભાગ બની જતા હોવાથી આવા સારા ઉદેશ્યો તુટી જતા હોય છે. નગરપાલિકાના ચીફ ઓફીસરમાં કચ્છમાંથી બદલેલા ચીફ ઓફિસરની મીલક્તોની તપાસ કરવામા આવે તો કચ્છમાથી કરોડો રૂપીયા ભ્રષ્ટાચારમાં લઈ ગયા છે. કચ્છમાં આવે છે ત્યારે સાવ લઘર-વગર હોય છે અને ટુંક જ સમયમાં મોઢાની ચમકી આવી જાય છે અને મોંઘાદાટ વૈભવી ઠાઠ-માઠ સાથેના કપડાઓ પણ આવી જાય છે. આ બધુ સરકારી પગારમાથી આવે કયાથી?