રેલવે સ્ટેશન પાસે પાનના ગલ્લામાંંથી પપ૦૦ની ચોરી

0
63

ગાંધીધામ : શહેરની ભાગોળે રેલવે સ્ટેશનની બહાર લાકડાની કેબીનમાં પાનના ગલ્લામાંથી અજાણયા ઈસમો પપપ૬ રુપીયાનો રોકડ અને સિગરેટની ચોરી કરી ગયા હોવાનો બનાવ ચોપડે નોંધાયો છે. ગુરુવાર રાત્રે આઠ વાગ્યાથી શુક્રવાર બપોરના બે વાગ્યા સુધીના અરસામાં રેલવે સ્ટેશનની બહર પ્રકાશભાઈ તારાચંદ લાલવાણીની લાકડાની કેબીનમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. કેબીનના તાળા તોડી અંદરથી પ૦૦ રુપીયા રોકડ અને પ૦પ૬ રુપીયાની સિગરેટ ચોરી કરી ગયા હતા.