ભુજનો યુવક એમ.ડી. લઈ મુંબઈથી રવાના થાય તે પહેલા જ ATS એ દબોચ્યો

0
52

  • બોરીવલી રેલવે સ્ટેશન બહાર ૧૯.૬ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે એમ્બ્યુલન્સ ડ્રાઈવર પકડાયો

ટ્રેનમાં ભુજ માટે રવાના થવાનો હતો : કસ્તુરબા પોલીસ મથકે ગુનો નોંધાયો, છેલ્લા લાંબા સમયથી અમદાવાદ-મુંબઈથી ૧પથી ર૦ ગ્રામની ખેપ મારતો

ચીટરને એમ.ડી. વેંચ્યા બાદ ફસાયો હોવાનો મામલો પ્રકાશિત કરાયો હતો

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસની ટુકડીએ માધાપર અને શેખપીર નજીક એમ.ડી. ડ્રગ્સ સાથે બે ત્રીપુટીને દબોચી જેલ હવાલે કરી દીધી છે, ત્યારે અગાઉ પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ રોયલ નામનો એમ્બ્યુલન્સ ડ્રાઈવર એમ.ડી. ડ્રગ્સની ખેપ મારે છે. અંતે એમ્બ્યુલન્સ ડ્રાઈવર બોરીવલી સ્ટેશનથી ભુજ આવવા માટે રવાના થાય તે પહેલા જ મુંબઈ એ.ટી.એસ.ની ટુકડીએ તેને ૧૯ ગ્રામ એમ.ડી.ના જથ્થા સાથે પકડી લઈ કસ્તુરબા પોલીસ મથકે તેની સામે એન.ડી.પી.એસ.નો ગુનો દર્જ કર્યો હતો.મુંબઈ એ.ટી.એસ. દ્વારા કસ્તુરબા પોલીસ મથકે વિશ્વંભર યજ્ઞેશ્વર બાંદિવડેકર (પોલીસ કર્મચાર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, એ.ટી.એસ.ની ટુકડીએ બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન બહાર રીક્ષા સ્ટેન્ડ પર ગુલાબી કલરનો ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલા યુવક પાસે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો છે. એ.ટી.એસ.ની ટીમે બાતમી આધારે પોતાના ઉતરાધિકારીને જાણ કરતા તેને દબોચવાનો આદેશ મળતા ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી અને રાત્રે બે વાગ્યે ઈમરાન ઉર્ફે રોયલ અબ્દુલ અરબ (રહે. સંજોગ નગર મોટાપીર રોડ, ભુજ)વાળાની અટકાયત કરી ત્યાં ઝડતી લેતા તેના પાસેથી ૧૯.૬ ગ્રામ એમડી ડ્રગ્સ, એક વીવો મોબાઈલ કિંમત ૧૦ હજાર અને ૭૦૦ રુપીયા રોકડ મળી આવી હતી. કસ્તુરબા પોલીસ મથકે તેની સામે એન.ડી.પી.એસ.ની કલમો તળે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી કરવા માટે સોંપી દીધો હતો. નોંધનીય છે કે, અગાઉ કચ્છ ઉદયમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે રોયલ નામનો એમ્બ્યુલન્સ ડ્રાઈવર એમ.ડી.ની ખેપ મારી રહ્યો છે અને અમદાવાદ તેમજ મુંબઈથી જથ્થો લઈ આવી ભુજમાં પંટરોને આપી વેંચાણ કરી રહ્યો છે. અંતે આ ઈમરાન ઉર્ફે રોયલ અરબ નામનો શખ્સ મુંબઈમાં એ.ટી.એસ.ના હાથે દબોચાઈ ગયો હતો.નોંધનીય છે કે, પશ્ચિમ કચ્છ પોલીસની ટુકડીએ ગત સપ્તાહે ત્રિપુટીને ચરસ-ગાંજા સાથે દબોચ્યો હતો. તો પખવાડિયા પહેલાં અમદાવાદથી ભુજ આવેલા ત્રણ યુવકોની કારના ગેરબોક્સમાંથી ડોગની મદદથી એમડી કબજે કર્યો હતો.

  • ચીટરને એમ.ડી. વેંચ્યા બાદ ફસાયો હોવાનો મામલો પ્રકાશિત કરાયો હતો

મુંબઈ અને અમદાવાદ એમ્બ્યુલન્સમાં ચાલતા આ રોયલ નામનો ડ્રાઈવર દરેક ટ્રીપમાં ૧પથી ર૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ લઈ આવતો હોવાનો અહેવાલ અગાઉ ર૭ સપ્ટેમ્બરના પ્રકાશિત કરાયો હતો, તેમજ ચીટરને એમ.ડી. આપ્યા બાદ પાર્ટીએ ગુગલપે કરાવતા તે બરાબરનો ફસાયો હતો.