ભુજના બહુમાળી ભવનમાં યુવાને આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો

0
52

કચ્છ સિંચાઈ વર્તુળના અધિકારીઓએ કરેલી છેતરપિંડીને લઈને ભર્યું પગલું

ભુજ : અહીંના બહુમાળી ભવનમાં યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. કચ્છ સિંચાઈ વર્તુળના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીને લઈને આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

શિવકૃપાનગર પાસે રહેતા નીતિન ભૂરાલાલ વ્યાસ નામના યુવાને આ પગલું ભર્યું હતું. તેણે જણાવ્યું કે, કચ્છ સિંચાઈ વર્તુળના અધિકારીઓ દ્વારા તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જે બાબતે અવાર નવાર સરકારી તંત્રોમાં ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગાંધીધામ એસપી કચેરી, કલેક્ટર કચેરી, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ ગાંધીનગર, પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર અને ગૃહ વિભાગ ગાંધીનગરને સંબોધીને ફરિયાદ કરવા છતાં પોલીસ પગલાં ન લેવાતા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. સીએમએ પગલાં ભરવા સૂચના આપી હોવા છતાં અરજદારને ન્યાય ન મળતા આજે બહુમાળી ભવનમાં આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જાેકે, સ્થળ પર પહોંચી આવેલા પોલીસ કર્મચારીએ તેમની પાસેથી ડબ્બો છીનવી બાઈક પર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.