રતનાલ હાઈવે પર ટ્રેઈલર દિવાલમાં ઘૂસી જતા પલ્ટયું

0
41

અંજાર : રતનાલ ગામ પાસે ટ્રેઈલર પલ્ટી ગયું હોવાની ઘટના સામે આવી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે રતનાલ હાઈવે ફાટક પાસે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેઈલર દિવાલમાં ભટકાયું અને પલ્ટી ગયું હતું. આ વાહનમાં ઓવરલોડ મીઠું ભરેલું અને ઓવરસ્પીડ હોવાનું પણ સ્થાનીકોએ કહ્યું હતું. આ ઘટનાથી રોડ પર મીઠુ વેરાઈ ગયું હતું જ્યારે મકાનની દિવાલને પણ નુકશાન થયું હતું. દરમ્યાન માંડવીના પુનડી પાસે બાબા સ્વામિ આશ્રમ નજીક કાર પલ્ટીને રોડ સાઈડના ખાડામાં પડી ગઈ હતી.