અજરખપુરમાં ફેસ્ટિવલ ઓફ મ્યુઝિકના ત્રિદિવસીય આયોજનમાં સંગીતના સૂર રેલાયા

0
33

ભુજ : તાલુકાના અજરખપુર ખાતે આવેલા શ્રુજન સંચાલિત એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ દ્વારા એલ.એલ.ડી.સી. ફેસ્ટિવલ ઓફ મ્યુઝીકનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંધર્વો સંગીત પીરસતા હોય એવો અનુપમ માહોલ રચાયો હતો. ત્રિદિવસીય મહોત્સવેમાં વિવિધ શૈલીનું સંગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રુજન એલ.એલ.ડી.સી. હરહમેંશ પ્રયત્ન કરતું આવ્યું છે કે કચ્છ અને બહારના કલાપ્રેમીઓ અને સંગીતપ્રેમીઓ માટે હસ્તકળા હોય કે પરંપરાગત લોકસંગીત કે પછી કોઈપણ પ્રકારનું નૂતન અને પ્રયોગશીલ સંગીત હોય તેને મંચ આપવાનો સતત પ્રયત્નો થતાં રહે છે ત્યારે પ્રથમ દિવસે  રાજસ્થાની લોકસંગીત અને હિંદુસ્તાની ક્લાસિકલ અને વેસ્ટર્ન શૈલીનો સુભગ સમન્વય થયો હતોજ્યારે બીજા દિવસે કચ્છી સંગીતનો જમાવડો જાેવા મળ્યા હતોે. જેમાં કલાવારસો ટ્રસ્ટના કચ્છના ખ્યાતનામ કાલકારો દેવીબેન આહિર, શંકરભાઈ બારોટ, મોહન આહિર અને ભચુ દૈયાએ પોતાની કલા પીરસી હતી. જ્યારે આદમ લંગા ઢોલક, જાકીર લંગા નોબત અને તબલા, હીરા મુરા અને તેજશી ધારડા ગડોગમેલો વગાડીને સંગીતને તાલબદ્ધ કર્યું હતું. તેમજ કમલેશ જાેગણિયા જાેડીયા પાવા, ખેરાજ મારવાડા મોરચંગ અને શામજી મારવાડા બેન્જાેથી સાથ આપીને વાતાવરણ વધુ સુરીલું બનાવ્યું હતું.

બીજા ચરણમાં સેડો અને લાઇટના અનિન્દો બોઝ અને પવિત્રાચારી ગ્રુપ કંટેમ્પરરીફ્યૂઝન રજૂ કરીને સમગ્ર માહોલને નવીનતા બક્ષી હતી. મુખ્યગાયિકા પવિથ્રા ચારીએ અસલ અને નવું ગાયનનું સ્વરૂપ પ્રસ્તુત કર્યું. કીબોર્ડ પ્લેયર અને સંગીતકાર એવા અનિન્દો બોઝે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. સોનિક શોરી જેમણે બાસ ગિટારથી અને રંજાેય દાસએ ડ્રમ વગાડીને સહાયક ભૂમિકા ભજવી હતીસર્વે કલાકારોને શ્રોફ પરિવાર અને શ્રુજન એલ.એલ.ડી.સી. પરિવાર તરફથી પ્રોત્સાહિત અને સન્માનિત કરાયા હતા. કપિલ ગોસ્વામીએ ઉદઘોષક તરીકેની ભૂમિકા ભજવી હતી. સંસ્થાના અગ્રણીઓ મહેશ ગોસ્વામી, રાજીવ ભટ્ટ, વિશાલ મકવાણા અને ભૌતિક વૈષ્ણવ વિશેષ જહેમત ઉઠાવી હતી. જ્યારે મહોત્સવના અંતિમ દિને કચ્છના જાણીતા કલાકાર મૂરાલાલા મારવાડા અને તેમના ગ્રૂપ દ્વારા કબીરવાણી અને લોકસંગીત રજૂ કરવામાં  આવ્યા હતા. જ્યારે બીજા ચરણમાં જાણીતા ગાયક અને ગીતકાર, જેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતજ્ઞ એવા હરપ્રીત સિંઘ સૂફી સંગીત રજૂ કર્યું હતું. કચ્છના પરંપરાગત લોકસંગીતકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે યોજાનાર કાર્યક્રમાં સંગીતપ્રેમીઓ બહોળી સંખ્યામાં જાેડાયા હતા.