રાજય સરકારે ભુજ નગરપાલિકાને ૨૨ સી.એન.જી બસોના સંચાલન માટે સૈધ્ધાંતિક મંજુરી આપી રાજય સરકારનો આભાર વ્યકત કરતા વિધાનસભા અધ્યક્ષશ્રી તથા ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી ડો.નીમાબેન આચાર્ય

0
33

ગુજરાત સરકાર ભુજને અદ્યતન ૨૨ સી.એન.જી બસોની ફાળવણી કરશે : ભુજ તથા આસપાસના વિસ્તારના નાગરીકોને સુલભ પરિવહન સેવા મળશે

ભુકંપ બાદ ભુજ શહેરનો વિસ્તાર ચોતરફ વધ્યો છે જેના કારણે આંતરીક પરીવહનની જરૂરીયાત પણ વધી છે. ત્યારે લોકો સરળતાથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે તે માટે ભુજ શહેરી વિસ્તારમાં પરિવહન માટે રાજય સરકાર દ્વારા અદ્યતન ૨૨ સી.એન.જી બસોના સંચાલન માટે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.ભુજ સુધરાઇને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ શહેરી બસોના સંચાલન અંતર્ગત નગરપાલિકાના નિર્દિષ્ટ વિસ્તારમાં આંતરીક પરીવહન સરળ અને સુગમ બનાવવા બસોની ફાળવણી મુદે સંબંધિત મંત્રીશ્રી અને અધિકારીશ્રી પાસે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય તથા નગરપાલિકાની રજૂઆતના ફળસ્વરૂપે તા.૧૩-૧૦-૨૦૨૨ના મંજૂરી આપવામાં આવતા શહેરવાસીઓમાં ખુશીની લહેર ફેલાઇ છે.ટુંક સમયમાં રાજય સરકાર દ્વારા આ બસો ફાળવવામાં આવશે જેથી ભુજ શહેર તેમજ આસપાસના વિસ્તારના પ્રજાજનોને સુલભ પરિવહનની સેવા મળી રહેશે.  ભુજની પરીવહન વ્યવસ્થા વધારે સુગમ બનાવવા બદલ વિધાનસભા અધ્યક્ષશ્રી તથા ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી ડો. નીમાબેન આચાર્યે રાજય સરકાર તથા શહેરી વિસ્તાર પરિવહન મંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો. તથા ભુજને આગામી સમયમાં તમામ ક્ષેત્રે વધુ સમૃધ્ધ બનાવીશું તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.