કાસેઝની કંપનીમાં આગકાંડમાં કરોડોના વીમાકૌભાંડની ગંધ : તંત્ર કરે સચોટ તપાસ

0
39

  • આમીયાચંદ્રના ચાર હાથથી ચાલતા કારનામાઓ..!

ઓમ સિદ્ધિવિનાયક કંપનીમાં દિવાળી પછી બે દિવસ સુધી ભભુકતી રહી આગમાં અનેકવીધ ભેદભરમર્ : આ કંપનીમાં લાંબા સમયથી ચીંદી-ગાભા કપડાઓ જ પડયા હોવાની છે ચકચાર, અહી ન તો ઈલેકટ્રીક વાયરીંગ છે કે ન તો સિંગલ બલ્બ લાગેલો છે, તો પછી આટલી ભયાવહ આગ લાગી કેવી રીતે? : પોલીસતંત્ર-વીમાકંપની પણ ગાફેલ ન રહે.!

ચીંદી-યુઝડ કલોથસ પાછલા પાંચ વર્ષથી આવા વેરહાઉસમાં સંગ્રહીને રાખી દેવાયા હતા, હવે જો આ ગાભાઓ ડીટીેએ(લોકલ માર્કેટમાં વેચાય)તો એકસપોર્ટ લાયેબીલીટી વધી જાય, તેના બદલે આગ લગાડી નાશ કરી દેવાય તો લાયબીલીટીની કરોડોની રકમ તો બચી જ જાય, પરંતુ બીજીતરફ વીમો પણ પાકી જાય..!

ગાંધીધામ : કાસેઝમાં દિવાળીના સપરમા દિવસોમાં ઓમ સિદ્ધીવિનાયક યુઝડ ક્લોથ કંપનીમાં કોઇ રીતે એકાએક આગ ફાટી નિકળી હતી. કપડાનો જથ્થો જ્યાં સંગ્રહિત હતો ત્યાં લાગેલી આ આગએ જોત જોતામાં ભયાવહ સ્વરુપ ધારણ કર્યુ હતું અને દુર સુધી તેની જ્વાળાઓ જોઇ શકાતી હતી. કાસેઝના આંતરીક ફાયર બ્રીગેડ વિભાગે
પાણીનો મારો ચલાવીને તેના પર અંકુશ લાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આગનું સ્વરુપ એટલું વિકરાળ હતું કે થોડા ઘણા અંશે બે દિવસ સુધી તે ચાલતી રહી હતી. આ આગની જે ઘટના બની છે તેના કારણો તથા નુકસાન સહિતની માહીતીઓ એકત્રિત કરાતી હશે પરંતુ બીજીતરફ આગકાંડની અંદર મોટા વીમાકૌભાંડને અંજામ અપાયુ હોય તેવી ગંધ પણ પ્રસરતી જોવાઈ રહી છે. કહેવાય છે કે, આગ લાગડવાનુ કારણ શોર્ટ સર્કિટ દેખાડાયુ છે પરંતુ આ તો એવુ વેરહાઉસ છે કે જયાં એવી કોઈ જ મેાટી જોખમી વાયરીંગ મોજુદ નથી. ઈલેકટ્રીક વાયરીંગ અહી વિશેષ કરવામાં કયાંય આવેલ નથી ઉપરાંત બલ્બ પણ આ કંપનીમાં જોવાતો નથી, તો પછી બે બે દીવસની મહેનત પછી પણ આગને કાબુમાં ન લઈ શકાય તેટલી મેાટી આગ લાગી કયા કારણોસર? આ એજ કંપની છે કે જેમા આગ અગાઉ પણ લાગી ચૂકી છે? જાણકારોની વાત માનીએ તો આ કંપનીમાં પાછલા પાંચ વર્ષથી કચરો-ચીંદી-અનકટ માલ-યુઝડ કલેાથસ અહી સંગ્રહ કરવામાં આવતો હતો. આ કંપની બંધ અવસ્થાની હાલતમાં જ પડી હતી પરંતુ તે વેરહાઉસમાં આવો જથ્થો રખાયો હતો.હવે જો આ જથ્થા ઝોનની બહાર લઈ જાય તો એકસપોર્ટ લાયબીલીટીની રકમનો ધુમ્બો મોટો લાગી શકે તેમ હતો એટલે કયાંક કપડાના આ કચરાના જથ્થાને આગ ચાંપી દેવાઈ હોય અને તેની સામે વીમો પકવવાનો પેંતરો તો નથી અજમાવાયો ને? આ બાબતે પણ ઘનિષ્ઠ તપાસ કરવી જોઈએ. ખરેખર તો આ બાબતે પોલીસતંત્ર અને સબંધિત વીમા કંપનીઓને પણ જીણવટભરી તપાસ કરવી જોઈએ. કહેવાય છે કે, કોઈ સાહેબના દબાણ તળે આ આખાય પ્રકરણ મામલે કુલડીમાં ગોળ ભાંગી દેવાની વેતરણો મોટા પાયે ચાલી જ રહી છે