રાપરના શિરાનીવાંઢનો શખ્સ દેશી બંદુક સાથે ઝડપાયો

0
38

કાનાણીવાંઢમાં હત્યાના બનાવ અને ચૂંટણીને પગલે હથિયારબંધીની અમલવારી શરૂ : બંદુક કયાંથી આવી અને કોણે આપી તે દિશામાં છાનબીન

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)રાપર : દિવાળી બાદ રાજયમાં વિધાનસભાની ચૂંટણીનો સંગ્રામ ખેલાવાનો છે, જેથી ચૂંટણી પંચના નિર્દેશને પગલે દરેક જિલ્લાઓમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવાઈ છે. બે દિવસ પહેલા ગાંધીધામના કાર્ગો સહિતના વિસ્તારમાંથી ગેરકાયદે રીતે બંદુક રાખતા ઈસમોને પકડી લેવામાં આવ્યા હતા, તેમજ તાજેતરમાં રાપરના જ કાનાણીવાંઢ ગામે મહિલાની હત્યા થઈ હતી, જે ઘટનાઓને પગલે હથિયાર બંધીના જાહેરનામાની કડક અમલવારી માટે સુચના આવતા બાલાસર પોલીસે શિરાનીવાંઢ ગામે ગેરકાયદે રીતે બંદુક રાખતા શખ્સને ઝડપી પાડયો હતો.શિરાનીવાંઢ ગામે આવેલા એકતાનગરમાં રહેતા માદેવાભાઈ છગનભાઈ ચાવડા (કોલી)એ પોતાના કબજામાં ગેરકાયદે રીતે લાયસન્સ પરવાના વગર દેશી હાથ બનાવટની એક નાળ વાડી બંદુક કિંમત રૂા. રપ૦૦ વાળી રાખી હોઈ તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ કેસની તપાસ બાલાસર પીએસઆઈ ડી. એલ. ખાચરને સોંપવામાં આવી છે. ડીવાયએસપીએ સ્થળ મુલાકાત પણ લીધી હતી.