ટેન્કરમાંથી તેલ કાઢીને બારોબાર હોટલમાં વેચવાની પ્રવૃતિ ફરી એકવાર જપ્ટે ચડી

0
27

ભચાઉ હાઈવે રોડ પર આવેલી કરણી કૃપા હોટલના સંચાલક અને ટેન્કર ચાલક સામે ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : કંડલાથી નિકળતી ટ્રકોના ડ્રાઈવરોને ફોડી લઈ વાહનો હોટલમાં ઉભા રાખી તેમાંથી માલ કાઢી લેવામાં આવતો હોવાના કિસ્સા અવારનવાર સામે આવે છે ત્યારે ફરી એકવાર ભચાઉ હાઈવે પર ટેન્કરમાંથી તેલ કાઢીને બારોબાર હોટલમાં વેચવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અંતરજાળના વેપારી રમેશભાઈ દેવરાજભાઈ મ્યાત્રાએ ભચાઉ પોલીસમાં જણાવ્યું કે, તેમની રોડવેઝના ડ્રાઈવર જાલોરના દિનેશકુમાર ભંવરલાલ જાટને સોંપવામાં આવેલ પામોલીન તેલ ભરેલા ટેન્કરમાંથી તેણે ૧૧૩પ લીટર પામોલીન તેલ કિંમત રૂા. પ૩,૩૪પ /-નું તેલ બારોબાર ચોરી લીધું હતું. જે અંગે તપાસ કરતા આ પામોલીન તેલ તેણે બદદાનતથી સસ્તામાં ભચાઉ – ગાંધીધામ હાઈવે રોડ પર આવેલી કરણી કૃપા હોટલના સંચાલક હિંમતપુરાના આશિષ નટવરલાલ વાળંદને વેચ્યો હોવાનું સામે આવતા બન્ને જણા સામે ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનીય બાબત છે કે, અવારનવાર આ પ્રકારના કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં ડ્રાઈવરો પૈસાની લાલચે હોટલમાં માલ વેચી રહ્યા છે. અને હોટલ સંચાલકો પોતાને નફો થતો હોઈ આવો ચોરાઉ માલ ખરીદી લે છે.