માંડવી તાલુકાની સગીરાનું ઈસમે અપહરણ કરતાં પોલીસ દોડતી થઈ

0
62

કોજાચોરાના ઈસમે પખવાડિયા પૂર્વે પણ સગીરાના અપહરણનો કર્યો હતો પ્રયાસ

ડવી : તાલુકાના એક ગામની સગીરાને મુસ્લિમ શખ્સ ભગાડી જતાં ભારે દોડધામ મચી ગઈ છે. બનાવ સંદર્ભે ભોગ બનનારના પિતાએ કોડાય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે પણ આરોપીની ધરપકડ માટેના ચક્રોગતિમાન કર્યા છે.કોડાય પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મજુરી કામ કરતા પિતાએ જણાવ્યું હતું કે, તેમની ૧૬ વર્ષિય સગીરા ઘરે જોવામાં આવી ન હતી, જેથી આસપાસના વિસ્તારમાં અને સગાસબંધીઓમાં શોધખોળ કરવા છતાં કોઈ અત્તોપત્તો ન મળ્યો દરમિયાન કોજાચારા ગામે રહેતો સલીમ હુસેન સાટી નામનો ઈસમ તેમની સગીરાનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાનું ધ્યાને આવતા તેની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વધું ફરિયાદમાં જણાવાયું હતું કે, આ આરોપી સલીમ આજથી ૧પ દિવસ અગાઉ સગીરાનો પીછો કરી તેનું અપહરણ કરવાની કોશિષ કરતો હતો પણ ફરિયાદી પિતા જોઈ જતાં આરોપી છૂ થઈ ગયો હતો. પણ આ જ આરોપીએ તેમની દિકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની હકિકત તળે કોડાય પોલીસ સ્ટેશનમાં વિગતો લખાવતા પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને આરોપીને દબોચી લેવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.