જવાહરનગર પાસે કુખ્યાત તેલચોર કિશોરના અડ્ડા પર પોલીસ ત્રાટકી..ને થઈ ગઈ તોડ!

0
31

ખરેખર જે બિલો રજુ થાય છે તેની ત૫ાસ થાય તો તે બે નંબર બીલ જ હોવાનું ખુલ્લે : હાલમાં ૫૦૦ અને  ૨૦૦૦ની નોટ ડુપ્લીકેટ બનાવી લેવાય છે તો ખોટા બીલો બનાવવામાં ક્યાં સમય લાગવાનો છે ?

પૂર્વ કચ્છમાંથી કયા ભ્રષ્ટ ખાખીધારીઓએ તેલચોરીના અડ્ડા પર તવાઈ બોલાવી અને સરકારના હિતમાં કાર્યવાહી કરવાના બદલે કુલડીમાં ભાંગી લીધો ગોળ? કોણે ગજવા કરી લીધા ગરમ? ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાવે તો મોટી રકમની લેવડ-દેવડનો ખુલાસો થવાની ફેલાતી ગંધ

કિશોરના અડ્ડા પર મોટા પ્રમાણમાં તેલનો જથ્થો આધાર-પુરાવા વિનાનો મળ્યો તો પછી તેની સામે કડક રાહે જ કાર્યવાહી કરવાની હોય.., તેના બદલે માત્ર ૪૧-વન ડી જ કરી શંકાસ્પદ માલ દેખાડીને ખાખીધારીઓએ તો તેલચોરી કરનારાઓને ન માત્ર સગવડ કરી આપી બલ્કે, તે પાછળથી રજુ થતા બીલોના જાેરે ખુદના પણ સેટીંગ કરી લેવાના મોકળા કર્યા માર્ગ

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટથી આયાત કરવામા ંઆવતા તેલના જથ્થાને દેશના અન્ય ભાગમાં મોકલવા માટે જે પરિવહન કરવામાં આવતા હોય છે તેના વાહનચાલકોની સાથે કયાંક ડરાવી ફોસલાવીને તો કયાંક ધમકાવીને તેલચોરી કરનારી ગેંગો અલગ અલગ સક્રીય બનેલી છે. આ વાતની તજેતરમં જ અંજાર પોલીસે ભરત જેવા તેલચોર પર ત્રાટકીને પુષ્ટી કરાવી જ દીધી છે. ભરતના અડ્ડા પર તવાઈ બોલાવવાની કાગમીરી તો આવકારદાયક જ થવા પામી છે પરંતુ બીજા ય એક આવા જ તેલચોર તરીકે પંકાયેલા કિશોરના અડ્ડા પણ જવાહરનગર વિસ્તારમાં કોઈપોલીસ ત્રાટકી હતી અને અહીથી કિશારેના અડા પરથી શંકાસ્પદ તેલનો મોટો જથ્થો પણ બરામદ કરાયો હોવાનુ સામે આવી રહ્યુ છે. પરંતુ આ પ્રકરણમાં હકીકતમાં કિશોર જેવાઓને કાયદાનુ ભાન કરાવવાના બદલે માત્ર અને માત્ર ૪૧-વન-ડી જેવી કલમો લગાડી દેવામાં આવી હોવાથી કયાંક ને કયાંક અમુક બની બેઠેલા ભ્રષ્ટ ખાખીધારીઓએ કુલડીમાં ગોળ ભાંગી લીધો હોવાની ચર્ચાએ હવા પકડી લીધી છે.

કારણ કે, સ્થર પરથી આધાર-પુરાવા એટલે કે બીલ વગરનો માલ તે પણ મોટા પ્રમાણમાં હાથ લાગે તો તેને શંકાસ્પદ દેખાડવામાં કેમ આવી રહ્યો છે? આવા કેસોમો ૪૧/વન-ડી કેમ કરાઈ રહી છે? આવા કેસોમાં બીલો પાછળથી રજુ થઈ જાય છે તે સો કોઈ જાણે છે. અને નામદાર કોર્ટમાં તો બીલો કયારે અનેકયાંથી આવ્યા તેવી કોઈ દલીલો કરવાનુ હોતુ નથી? અને કોટ તો પુરાવાના આધારે જજમેન્ટ આપતી હોય છે. આવા કિસ્સામાં ચોરાઉ તેલનો જથ્થો મોટો હોય તેમ છતા પણ જે-તે વેપારીઓથી બીલો પાછળથી મેળવીને રજુ કરી દેવાતા હોવાથી તેરી ભી ચુપ મેરી ભી ચુપવાળી થવા પામી જતી હોય છે. આવા કિસ્સામાં કૈશોર જેવા તેલચોર છુટી પણ જતા હોય છે અને તે છુટી જવા માટેનો માર્ગ મોકળો કરી આપવો કે સગવડ કરી આપવાની અવેજીમાં અમુક ભ્રષ્ટ ખાખીધારીઓ પણ ખુદના ગજવા ગરમ કરી લેતા હોવાનુ મનાય છે. આ મામલે ખરેખર ઉચ્ચ અધીકારીઓએ તપાસ કરવી જાેઈએ, કે જવાહરનગરમાં તેલચોરી કોણે પકડી? કયા ખાખીધારીઓ ગયા હતા? કેમ માત્ર ૪૧ વન ડી જ આ કેસમાં થવા પામી? તોડનુ કારણ હોય તો કોના ગજવામાં કેટલી રકમ ગઈ? તપાસ થશે તો આ બધુ જ બહાર આવી શકે તેમ મનાય છે.