૪- વ્હીલર માટે ઓટોમેટિક ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી આજે બંધ રહેશે

0
28

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજના ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં ૪-વ્હીલર (એલ.એમ.વી કાર) ટ્રેકમાં તા. ૧૨-૧૦-૨૦૨૨ના રોજ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે રીપેરીંગની કામગીરી ચાલુ છે. જેથી કચેરીના ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ૪-વ્હીલર એલએમવી કારની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી તા. ૧૩-૧૦-૨૦૨૨ના રોજ દિન-૧ માટે બંધ રહેશે.  ઉપરાંત૨-વ્હીલર તથા અન્ય ક્લાસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે જેની કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.