માનકૂવાના વૃદ્ધાએ બિમારીથી કંટાળી એસીડ પી લીધું

0
62

ભુજ : તાલુકાના માનકૂવા ગામે રહેતા વૃદ્ધાએ બિમારીથી કંટાળીને એસીડ પીને જીદંગી ટૂંકાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળતી વિગતો મુજબ માનકૂવા ગામે નવાવાસમાં બાવલવાડી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષિય કુંવરબાઈ નાનજીભાઈ વરસાણી લાંબા સમયથી બિમારીથી પીડાતા હોઈ કંટાળીને પોતાની જાતે એસીડના બે ઘુટડા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના ડોકટરે મૃતજાહેર કર્યા હતા. હતભાગીના પતિ પણ બિમાર હોવાનું માનકૂવા પોલીસ સ્ટેશને નોંધાયેલી એડીની વિગતોમાં જણાવવામાં આવ્યું છે. આ તરફ તાલુકાના ખાવડા ગામે રહેતા ર૩ વર્ષિય સંજય સુરેશભાઈ મકવાણાએ કોઈ અગમ્ય કારણોસર રૂમમાં લાગેલા પંખામાં લટકી ગઈ આપઘાત કરી લીધો હોવાનું ખાવડા પોલીસ મથકેથી જાણવા મળ્યું છે.