ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખે અંજારના ધર્મસ્થાનો પર શીશ નમાવ્યું

0
60

સંતો- મહંતો મેવ્યા આશિર્વાદ : બહોળી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ સાથે જાેડાયા

અંજાર : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરાયેલા દેવજીભાઈ વરચંદે ગઈકાલે અંજાર શહેરના વિવિધ ધર્મસ્થાનો પર દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. અંજારના સુપ્રસિદ્ધ ધર્મસ્થાન સચિદાનંદ મંદિર, રામસખી મંદિર અને સ્વામિનારાયણ મંદિરે દર્શનનો લાભ લીધો હતો. અને સંંતો મહંતોના આશિર્વાદ મેળવ્યા હતા.
આ અવસરે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ, મહેન્દ્રભાઈ સોરઠિયા, કાનજીભાઈ જીવા શેઠ, અશ્વિનભાઈ પંડ્યા, અનિલભાઈ પંડ્યા, ભૂમિતભાઈ વાઢેર, શંભુભાઈ આહિર, અશ્વિન સોરઠિયા, ડાયાલાલ મઢવી, કિશોરસિંહ જાડેજા, પ્રકાશભાઈ કોડરાણી, આંબાભાઈ રબારી, આશિષભાઈ ઉદવાણી વગેરે ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સાથે જાેડાયા હતા.