કચ્છના નવા કલેકટર એજન્સીઓ વચ્ચે કરાવે સંકલન… ચૂંટણી-ર૦રર : જાે જાે સીમાવર્તી કચ્છમાં ભાંગફોડીયા તત્વો ન ફાવી જાયઃ ડી-ગેંગના ઈનપુટસ પણ સુચક.!

0
71

રાષ્ટ્રીય પર્વ હોય કે, પછી મોટી ચૂંટણીઓ સમયે નાપાક મુલક ગંભીર પ્રકારના છમકલાઓને સરહદી ક્ષેત્રોમાં આપતા હોય છે અંજામ : સરહદી કચ્છની સુરક્ષા સામે આંતરિક અને બ્રાહ્ય બેવડો પડકાર : રણોત્સવનો પણ સરહદે ચાલી રહ્યો છે મોટો ધમધમાટ :દેશ-વિદેશના પ્રવાસીઓનો છે ધસારો, આવા સમયે સુરક્ષાતંત્રો-ગુપ્તચર એજન્સીઓની બની રહી છે મહત્વપૂર્ણ જવાબદારી

ગાંધીધામ :તાજેતરમાં  જ દેશની સૌથી મોટી એજન્સી એનઆઈએ દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામા આવ્યો હતો અને કહ્યુ હતુ કે, ભારતના સૌથી મોટા દુશ્મનો પૈકીનો એક એવા પાંચમા કતારીયાનો ડોન દાઉદ ઈબ્રાહીમ ભારતમાં કોઈ મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે અને તે હવાલાથી આ માટે મેાટી રકમો પણ ભારતમાં ઠેર ઠેર ઠાલવી ચૂકયો હોવાનુ બહાર આવવા પામ્યું હતું અને જાણે કે તે અનુસંધાને હવે ગુજરાતમાં એટીએસએ ધમધમાટ બોલાવ્યો હોય ત્યારે ગઈ કાલે કચ્છમાં પણ પડાચવ નાખી દીધો છે ત્યારે જાણકારો દ્વારા કચ્છની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઅ સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

નોંધનીય છે કે,અગાઉ ઈનપુટસમાં એમ પણ કહેવાયુ હતુ કે, જે સ્થળોમાં હુમલા થવાના છે તેમાં ગુજરાતના સુરતનો પણ સમાવેશ થયો છે. આવા સમયે ગુજરાતમાં કચ્છ પણ જળ-વાયુ અને હવાઈ સરહદે આ જ નાપાક મુલકને સ્પર્શતો વિસ્તાર છે અને અહીથી મોટા પ્રમાણમાં અવારનવાર નાપાક હલચલને અંજામ અપાતી હોવાની ઘટનાઓના ખુલાસાઓ થવા પામતા જ રહ્યા છે. દરમ્યાન જ હવે લોકશાહીના પર્વના ટાંકણે પણ ભાંગફોડીયા તત્વો કોઈ ફાવી ન જાય તે દીશામાં એટીએસ દ્વારા થયેલી કાર્યવાહી આવકાર દાયક કહેવાય પરુતુ તેની સાથો સાથ સુરક્ષા એજન્સીઓ વધારે સંકલન સાથે સતર્કતા દાખવે તે સમયનો તકાજાને બની રહ્યો છે. સામાન્ય ચૂંટણીએ લોકશાહીનો મહાપર્વ ગણાય છે.

કચ્છ સહિત ગુજરાતભર લોકશાહીના સૌથી મોટા તહેવારને ઉજવવાનો ઉમંગ જાેવા મળી રહ્યો છે. જાેકે, વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્વક પૂર્ણ થાય અને મતદારો પોતાના સંવૈધાનિક અધિકારનો નિર્ભયતાથી ઉપયોગ કરી શકે તે સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ બની રહેશે.

કચ્છના સંદર્ભે વાત કરીએ તો સરહદી જિલ્લો હોવાના નાતે સુરક્ષા સામે આંતરિક અને બ્રાહ્ય બે પ્રકારના પડકારો રહેતા હોય છે. જયાં એક તરફ આંતરિક અસામાજિક તત્વો સ્થાનિકે માહોલ ન બગાડે તે માટે તંત્રએ સર્તક રહેવું પડે છે. તો બીજીતરફ નાપાક ભાંગફોડિયા તત્વોથી પણ સાવધ રહેવું રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ માટે જરૂરી બની રહે છે. તાજેતરમાં સુરક્ષા એજન્સીઓને મળેલા ઈનપુટસમાં દાઉદ ગેંગ વિધાનસભા ચૂંટણી દરમ્યાન મોટો હુમલો કરશે તેવા સંકેતો મળ્યા છે. સરહદી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદથી જાેડાયેલો છે. રાજ્ય અને દેશમાં આંતકી હુમલો કરવા નાપાક તત્વો કચ્છની દરિયાઈ કે જમીની સરહદોનો ઉપયોગ કરે તેવી દહેશત રહે છે ત્યારે સીમા સુરક્ષામાં ગાફેલ રહેવું પાલવી શકે નહીં. બીજીતરફ ચૂંટણીઓ જાહેર થતા જ કચ્છમાં બહારથી અસામાજિક તત્વોની અવરજવર વધી છે. કચ્છ રણોત્સવ ચાલી રહ્યું છે ત્યારે પર્યટકોના નામે અસામાજિક તત્વો પોતાના મનસુબા પાર પાડી ન જાય તે જાેવુ સ્થાનીક સુરક્ષા એજન્સીઓ માટે પણ મહત્વપૂર્ણ બની રહે છે.

રાત ભર… જામ સે જામ ટકરાયેગા…. ! : વાડી-ફાર્મહાઉસો પર પણ જામતી મહેફીલો પર ચાંપતી નજર જરૂરી : તણખલા ન થાય!

કચ્છમાં દરરોજ રાત્રે રાજકીય પાર્ટીના ટેકેદારોની મહેફીલો – મીજબાનીઓ શરૂ થશે  : વિધાનસભા ચુંટણી ટાણે આચારસંહિતાની અમલવારી માત્ર રોડ પર ખડકાયેલી ચેકપોઈન્ટ ઉપર જ થશે કે આવી મીજબાનીઓ પણ પોલીસ બગાડશે !

ગાંધીધામ : વિધાનસભા ચૂંટણીનો ઉન્માદ ચરમસીમાએ પહોંચે તે પહેલા જ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કેટલાક વૈભવી ફાર્મહાઉસોમાં મિજબાનીઓ, બેઠકોના દૌર શરૂ થઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં બારાતુ વાહનોની અવર જવર પણ વધી છે. વિધાનસભાની ચૂંટણીમાં નાપાક તત્વો પોતાના મનસુબા પાર ન પાડી જાય તે માટે ગુપ્ત રીતે ચાલી રહેલી આવી મિજબાનીઓ પર સુરક્ષા એજન્સીઓએ વોચ રાખવી અનિવાર્ય બને છે.  કચ્છભરમાં વિધાનસભા ચુંટણીના ઉમેદવારો જાહેર થઈ ગયા છે એટલે હવે પ્રચાર પ્રસાર અને લોકસંપર્કના કાર્યક્રમો શરૂ થઈ જશે, તો રાત્રીના સમયે પોકેટ મીટિંગ, મહેફીલ અને મીજબાનીઓ પણ શરૂ થઈ ગઈ છે. રાજકીય આગેવાનો તેમના ટેકેદારોની પ્રાઈવેટ જગ્યાએ અંગત મીટિંગો, ફાર્મહાઉસ પર મહેફીલો અને મીજબાની વચ્ચે સુરક્ષા ન જાેખમાય તે જાેવુ પણ જરુરી બન્યું છે. આચારસંહીતાની અમલવારી માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકપોઈન્ટ ઉભા કરાયા છે અને ચેકિંગ હાથ ધરાયું છે. બીજીતરફ મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચુંટણીનો પ્રચાર, લોકસંપર્ક અને રાત્રે પોકેટ મીટિંગનો દોર પણ શરૂ થઈ ગયો છે. જાણકારો કહે છે કે, વિદેશ ભંડોળના જાેરે અસામાજિક તત્વો કચ્છ કે ગુજરાતમાં નાના મોટા છમકલા કરે તેવી દહેશત ઉભી થઈ છે. ખાસ કરીને અમુક પરપ્રાંતિયોની વધી ગયેલી અવર જવર ચિંતાપ્રેરક બની છે. જયાં એકતરફ વિધાનસભા ચૂંટણીઓ નિવિઘ્ન પાર પાડવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહે તે માટે તંત્ર સઘન કામગીરીમાં જાેતરાયું છે ત્યારે બારાતુ તત્વો ચૂંટણીના માહોલને બગાડવા છમકલા કરી ન જાય તે જાેવું પણ પડકારજનક બની રહેશે.

કચ્છમાંથી જીએસટી દ્વારા એટીએસને કયા તત્વોના કાળા ચિઠ્ઠાઓનું સોપ્યું લીસ્ટ..?

એટીએસ દ્વારા કેવા પ્રકારની આર્થિક ગેરરીતીઓ તથા વિદેશ ગેરકાયદેસર રીતે રકમ મોકલી કાળા નાણા વ્હાઈટ કરનારાઓ પર બોલાવી છે ધોંષ..! આવો સમજીએ..!

ગાંધીધામ : કચ્છ સહિત ગુજરાતભરમાં એટીએસ અને જીએસટી દ્વારા દરોડાનો દોર હાથ ધરવામાં આવ ગયો છે ત્યારે અહી વિગેત વાત કરીએ તો જીએસટી દ્વારા એક લાંબુ લચક લીસ્ટ એટીએસને સોપવામા આવ્યુ હતુ. જેમાં અલગ અલગ ધંધાઓમાં જે લોકો જાેડાયેલા છે અને  જેઓએ જુદી જુદી રીતે રાજય અને કેન્દ્ર સરકારની સાથે ખોટી રીતે આઈટીસીનો લાભ લઈને ચીટીંગ કરી છે તેવા રાજયના ૧૦૦ વેપારીઓનો સમાવેશ થવા પામી રહ્યો છે. જેમાથી કેટલાક બિલ્ડીગ મટીરીયલ તથા કેટલાક કન્સ્ટ્રકશન સાથે જાેડાયેલા હોવાનુ મનાય છે. જીએસટીને એવી માહીતી મળી હતી કે, કેટલીક વેપારીઓ ડમી કંપનીઓ બનાવી હતી અને તેમા ટેક્ષની ક્રેડીટ એટલે કે આઈટીસી ખોટી રીતે મેળવતા હતા. સરકારને કરોડા રૂપીયાનો ચુનો ચોપડયયો હતો. વિદેશી ફંડને પણ કાળામાંથી વ્હાઈટ કરવાને માટે આ કંપનીઓ બનાવી અને તેમાં ટેક્ષ ક્રેડીટ કરી સરકાર પાસેથી પૈસા મેળવાનારાઓની સામે કાર્યવાહી ચાલી રહી છે. હવે સવાલ એ થાય છે કે, કચ્છમાં કયા કયા આવા તત્વોની યાદી જીએસટીએ એટીએસને સોપી છે તે બહાર આવે તેની રાહ જાેવાઈ રહી છે.

નેતાઓ લોકોની વચ્ચે જવાના છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને !

ગાંધીધામ : કચ્છમાં ગુજરાતની સાથોસાથ જ રાજકીય માહોલ ગરમાયો છે અને લોક સંપર્ક કાર્યક્રમો શરૂ થશે, ત્યારે રાજકીય આગેવાનો લોકોની વચ્ચે જવાના છે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવી પડશે. અમુક સમયે નેતાઓ પર રોષ ઠાલવવા માટે ચંપલ કે શાહી ફેંકાતી હોય છે ત્યારે કચ્છમાં પણ લોકસંપર્ક અને લોકોની વચ્ચે જતી વેળાએ કયાંક આવા બનાવો ન બને તે પણ તકેદારી રાખવી પડશે.