ભુજના ખાડાઓ અને સ્પીડ બ્રેકર અંગે નગરપાલિકા અને તંત્ર ગંભીરતા દાખવે

0
129

દિવાળી પૂર્વે તમામ માર્ગો રીપેરીંગ કરવાની અપાઈ હતી ખાતરી પરંતુ હજુ સુધી મોટા ભાગના રસ્તાઓમાં ખાડા

ભુજ : આમ પણ કચ્છ અકસ્માત ઝોેનમાં આવે છ, વધારામાં ક્યાંકને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે જેનો જીવંત દાખલો સ્મૃતિવન પાસે થયેલ અકસ્માત કે જેમાં યુવાને જીવ ગુમાવ્યો છે, તંત્ર અને આર. ટી.ઓ ના સમનવય તળે સેફ્ટી માટે જે રીતે ટ્રાફિક ના નિયમોનુસાર બમ્પરો બનાવવા જાેઈએ એની જગ્યા એ ડામર ના ડુંગર જેવા ખડકલા કરી દેવાયા છે. બમ્પર પર સફેદ કલર ના પટ્ટા કે રેડિયમ સ્ટેમ્પ સ્ટીકર લગાવવાની તસ્દી પણ તંત્ર લેતું નથી સરવાળે અવારનવાર આમ પ્રજા અકસ્માત નો ભોગ બની ગંભીર ઈજાઓ ને કારણે મૃત્યુ નો ભોગ બને છે. નગરપાલિકા દ્વારા દિવાળી પૂર્વે તમામ રસ્તાઓનું સમારકામ કરાશે તેવું કહેવાયું હતું. દિવાળી પુર્ણ થઈ ગયા બાદ મોટા ભાગના માર્ગોમાં ખાડા જાેવા મળી રહ્યા છે.

હાલમાં મેઘરાજાની મહેર થતાં શહેરના અનેક રસ્તાઓ બિસ્માર અને ખાડાઓનું એ.પી. સેન્ટર બની ગયેલ, એક પરિસ્થિતિ તો એવી હતી કે કલેક્ટર ઓફિસના ગેટની બરાબર સામે મસમોટા ખાડાઓ પડી ગયા હતા. વડાપ્રધાનની મુલાકાતે આવવાના હોઈ ખાડાઓમાં પેચવર્ક કરી ઢાંકી દેવાયા હતા. દીપાવલીના દિવસોમાં શહેરના ખાડાઓ

પુરવાનું કામ તંત્ર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું , તંત્રની ઢીલી નીતિના કારણે અમુક રોડ પર ખાડાઓ ડામરથી પેચ વર્કથી તો ક્યાંક ક્યાંક અડધા પડધા રોડ બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક રોડ કે પેચવર્કનું કામ પણ ન કરી ને તંત્ર એ લાજ કાઢેલ હોવાની ચર્ચા શહેરમાં ટોપ ઇન ધ ટાઉન છે. પશ્ચિમ કચ્છ એસપીના બંગલા પાસેથી જયુબિલી ગ્રાઉન્ડ તરફ જતાં મુખ્ય માર્ગે પાસે તો ક્યાંક ઘનશ્યામનગર જેવા એરીયા કે જ્યાં સ્કુલો તેમજ ટયુશન કલાસીસો આવેલા ત્યાં પણ અધકચરા કામની

પરોજણમાં ખખડધજ ખાડાઓ માંથી રાહદારીઓ તકલીફ વેઢવી પરેશાન થઈ રહ્યા છે. પાલિકાએ મોટા પાયે જાહેરાત કરી કે દિવાળી પૂર્વે શહેરના તમામ ખખડધજ માર્ગોનું સમારકામ કરી દઈ ખખડધજ માર્ગોમાંથી મુક્તિ આપવામાં આવશે પરંતુ અમુક વિસ્તારો પાલિકાની નજર સમક્ષ આવ્યા ન હોવાથી તે રસ્તામાં ખાડાઓ હજુ સુધી પણ જાેવા મળી રહ્યા છે. સ્પીડબ્રેકરની ગંભીરતાની વાત કરીએ તો માહિતી ખાતા થી કચ્છ મ્યુઝિયમ તરફ જતાં રસ્તા નું એક સાઈડ નું કામ દિવાળીના અરસામાં

પૂર્ણ થયેલ , પણ સ્વામિનારાયણ મંદિર પાસે ના સ્પીડ બ્રેકર નું અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું… જેના કારણે માહિતી ખાતા પાસે થી પૂરપાટ ઝડપે આવતાં વાહનો ને કારણે મંદિર માંથી નીકળતા દર્શનાર્થીઓને જીવલેણ અકસ્માતનો ભોગ બનવું પડે છે,મંદિર ની બિલકુલ સામે નાના બાળકો ની સ્કૂલ પણ આવેલ છે જેથી તંત્ર વાહન વ્યવહાર ના કાયદા ને અનુલક્ષી તાત્કાલિક ધોરણે નિયમોનુસાર જરૂરી સ્પીડ બ્રેકર બનાવી વાહન ચાલકો ને ધ્યાન માં રહે તે રીતે એવા સ્પીડ બ્રેકરો પર સેફ્ટી માટે વ્હાઈટ પટ્ટા અને રેડિયમ સ્ટીકર સાથે બનાવવા જાેઈએ જેથી આમ પ્રજા અકસ્માત નો ભોગ ન બને તે માટે તાત્કાલિક ધોરણે તંત્રે પગલાં લેવા જાેઈએ તેવું ભુજવાસીઓ ઈચ્છી રહ્યા છે.