માળીયાથી કચ્છ આવતા રોડ પર ટ્રાફિક જામ નિવારવા સાંસદે એજન્સીને આપ્યા નિર્દેશ

રેલવે ઓવરબ્રીજની દીવાલ તુટવા મામલે તપાસ ચાલી રહી છે, તે દરમ્યાન જ યુવા સાંસદ વિનોદ ચાવડાએ સબંધિત એજન્સીના અધિકારીઓને ગત રોજ સ્થળ પર બોલાવી અને ફોર વે વચ્ચે સિંગલ રોડ પર ૧૦થી ૧પ કીમીનું ડાયવર્ઝન કાઢવાની સૂચના આપી

ગાંધીધામ : માળીયા નજીક હરીર પાસે રેલવે ઓવરબ્રીજની દિવાલનો એક ભાગ અચાનક ધસી પડયો હતો આ મામલે આજ રોજ એકતરફ ટોલ સંચાલક કંપનીના અધિકારીઅનો ટુકડી દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે તો બીજીતરફ ડાયવર્જનના પગલે કચ્છના પ્રવેશદ્વાર પાસે વાહનોના થપ્પા લાગ્યા હતા જેના કારણે લોકો ભારે મુશ્કેલીમા મુકાયા હતા. આ સમસ્યાને ટાળવાની દીશામાં વેળાસર પગલા લેવા માટે કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સબંધિત એજન્સીના અધિકારીઓને ગત રોજ રાત્રીના સ્થળ પર જ બોલાવ્યા હતા અને જરૂરી દિશા નિર્દેશો આપ્યા છે.
આ અંગે વિનોદભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, માળીયા ટ્રાફીક જામ હળવો કરી શકાય તે માટે ગત રેાજ અધિકારીઓને સુચના આપી છે.પુલ ડેમેજ થયો છે તેને રીપેરીગમા કેટલો સમય લાગશે તે અંગે એકસપર્ટ ચેક કરશે. કેટલા સમયમાં કામ પુરૂ કરી શકાય તે એકાદ બે દીવસમા ચિત્ર સાફ થઈ શકશે. ઉપરાંત હાલમા ફોર વે છે તેમાથી એક બાજુના રસ્તા વચ્ચે ગાડીઓ ડાયવર્જન આગળ પાછળ થતા ચોકઅપ વધી રહ્યો છે. પરંતુ ફોર વેમાથી સીંગલ વેમાથી ૧૦થી૧પ કીમી સુધી ડાયવર્જન કાઢવામાં આવે તો ટ્રાફિક હળવો કરી શકાય તેમ છે. માળીયાથી કચ્છ આવતા રસ્તાનો ઉપયોગ કરીએ તેવુ સુચન અધિકારીઓને આપવામાં આવ્યુ હોવાનુ શ્રી ચાવડાએ ઉમેર્યુ હતુ.