મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રીશ્રી મનીષાબેન વકીલની અધયક્ષતામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ગાંધીનગર ખાતે ઉજવણી કરવામાં આવી

0
19

કચ્છ જિલ્લામાંથી ૧૧ પ્રતિભાશાળી દીકરીઓ ભુજથી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાઈ

મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રીશ્રી મનીષાબેન વકીલની ઉપસ્થિતીમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી સંદર્ભે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના અંતર્ગત રાજયકક્ષાની “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી ગાંધીનગર ખાતે થઈ હતી. જેમાં વર્ચ્યુઅલ માધ્યમથી “કિશોરી કુશળ બનો” થીમ આધારિત સખી મેળા તેમજ સેફ સ્પેસ એન્ડ એડોલેસન્ટ રિસોર્સ સેન્ટર્સનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ તેમજ આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળી દીકરીઓ સાથે પરિસંવાદ કરવામાં આવ્યો હતો.

આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાંથી ૧૧ પ્રતિભાશાળી દીકરીઓ કલેકટર કચેરી ,કચ્છ -ભુજ ખાતેથી જોડાઈ હતી. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાંથી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરી શિવાની મિસ્ત્રીએ પૂર્ણા યોજના અંગે માહિતીની પૂચ્છા કરતા મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રીશ્રી મનીષાબેન વકીલે વિગતે માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમના અંતે “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવ્યું હતું. અને વિવિધ જિલ્લાઓમાંથી દીકરીઓએ તેમની સાથે પ્રશ્નોતરી કરેલ હતી.

આ કાર્યક્રમમાં બાલિકા પંચાયત કુકમાના સભ્યશ્રી રબારી નાકુબેન, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ તથા રસીલા બેન પંડ્યા-તેજસ્વીની ગ્રુપ દ્વારા સ્લમ વિસ્તારની દીકરીઓ જેમને શિક્ષણ સાથે જોડેલ છે તે દીકરીઓ જોડાયેલ હતી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અધિકારીશ્રીઓ જ્લ્પાબેન પંડયા, ચેતનભાઈ પેઠાણી સહિત કર્મયોગીઓ જોડાયા હતા.