ગાંધીધામની યુવતિને રૂમમાં રોકી રાખી ૫ દિવસ સુધી બળાત્કાર ગુજારાયો

0
49

ગળપાદર નજીક અજાણી જગ્યાએ બનાવને અંજામ અપાયો : આરોપીની ધરપકડ

ગાંધીધામ : આ શહેરમાં રહેતી યુવતિને ભોળવીને ગળપાદર નજીક અજાણી જગ્યાએ લઈ જઈ ૫ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની કેફિયત તળે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ બનાવ ગત તા. ૩૦-૯થી ૫-૧૦ દરમિયાન બન્યો હતો. ભોગ બનનાર ૨૨ વર્ષિય યુવતિ સુંદરપુરીમાં રહે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે, આરોપી સુંદરપુરીમાં દશામાના મંદિરની બાજુમાં રહેતો શરીફ ઉર્ફે સલમાન ઈકબાલ નામના શખ્સે ફરિયાદીને મળવા માટે બોલાવી ગળપાદર નજીક અજાણી જગ્યાએ લઈ જઈ તેને ઓરડીમાં ગેરકાયદે રીતે રોકી રાખીને ઈચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધીને દુષ્કર્મના બનાવને અંજામ આપ્યો હતો. જે સંદર્ભે પીએસઆઈ રિનલબેન બરાડીયાને તપાસ સોંપવામાં આવી છે. આરોપીની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.