ભુજ ખાતે ગૌરવ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું

0
38

ગૌરવ યાત્રા માનકુવા ખાતે પહોંચી સભામાં પરિવર્તિત : ભારત સરકારના રાજ્યમંત્રી ઈન્દ્રજિતસીંગ રાવે સભાને કર્યું સંબોધન : યાત્રાએ માતાના મઢ જવા કર્યું પ્રસ્થાન

ભુજ : ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજીથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છમાં યાત્રાનો પ્રવેશ થતા ઉમળકાભેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ભચાઉ, પડાણા, ગાંધીધામ, આદિપુર, અંજાર, ચાંદ્રોડા, ગુંદાલા, મુન્દ્રા, ભુજપુર, બિદડા, કોડાય, માંડવી સહિતની જગ્યાઓએ ગૌરવ યાત્રા ફરી હતી. જે આજે કચ્છના પાટનગર ભુજ ખાતે પહોંચી આવતા યુવા મોરચા તેમજ અન્ય મોરચા દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માંડવીથી નીકળીને આ યાત્રા સૌપ્રથમ આઈયાનગર ખાતે પહોંચી હતી. યાત્રાની સાથે ભાજપના કાર્યકર્તાઓ બાઈક રેલી પણ યોજાઈ હતી. આઈયાનગરથી જ્યુબિલી ગ્રાઉન્ડથી જુના બસ સ્ટેશન ત્યાંથી હમીરસરથી મોટા બંધ, ત્યારબાદ મિરજાપર, સુખપર જઈ માનકૂવા ખાતે આ ગૌરવ યાત્રા જાહેરસભામાં પરિવર્તીત થઈ હતી.


માનકુવા ખાતે જાહેર સભાને ભારત સરકારના રાજ્યમંત્રી ઈન્દ્રજીતસિંહ રાવે જણાવ્યું કે, ભાજપના નેતૃત્વમાં ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો તે સમગ્ર દેશે જાેયું. વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં ઘણાબધા વિકાસના કામો આ દેશમાં થયા છે. હરિયાણામાં પહેલા ભાજપમાં થોડાક જ લોકો જાેડાયા હતા. જ્યારથી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારથી હરિયાણામાં ભાજપની બે વાર સત્તા આવી. તેઓ કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવીને દેશની જનતાનો કાશ્મીરમાં જવાનો માર્ગ ખોલી નાખ્યો. આજે ૧ લાખ કરતા પણ વધુ ટુરિસ્ટો કાશ્મીર જાય છે. ભગવાન શ્રીરામનું મંદિર ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય એજન્ડા હતો. યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે ભારતના ૨૨ હજાર જેટલા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સહિ સલામત પરત આવ્યા. વડાપ્રધાને બન્ને દેશોના વડા સાથે વાત કરીને યુદ્ધ વિરામ કરાવ્યો.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, બહુચરાજીથી શરૂ થયેલી આ યાત્રા આજે ભુજ ખાતે પહોંચીને માનકુવામાં જાહેર સભા યોજાઈ હતી. ૧૭૦૦થી પણ વધુ કિ.મી.ની આ યાત્રા ૬ વિધાનસભામાં ફરી છે. જેનું તમામ જગ્યાઓ પર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રા આજે માતાના મઢ ખાતે પ્રસ્થાન કરશે અને ત્યાં જ તેની પુર્ણાહૂતિ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.


પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને ગૌરવ યાત્રાના ઈન્ચાર્જ કે.સી.પટેલની આગેવાનીમાં આ યાત્રા ભુજ પહોંચી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, શક્તિપીઠ બહુચરાજી ખાતેથી આ ગૌરવ યાત્રાનો પ્રારંભ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રી મંત્રી પુરસોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરાવાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારથી જ રાજ્યની વિવિધ સમસ્યાઓનું તેમણે નિરાકરણ લાવ્યું, વડાપ્રધાન બન્યા બાદ તેમણે સમગ્ર ભારતનો વિકાસ કર્યો, આ ગૌરવ યાત્રા સરકારે કરેલી કામગીરીનું ચિતાર આપવાનું કામ આ યાત્રા દ્વારા આપવામાં આવ્યું છે. આ યાત્રા થકી પ્રજાલક્ષી નિર્ણયો દેશ માટે લીધા છે. તેની માહિતી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી છે. માંડવી ખાતે યાત્રા પહોંચતા તેનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ભુજ ખાતે યાત્રા પહોંચતા બહોળી સંખ્યામાં તમામ લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું છે તે ખુબ જ ગૌરવની વાત છે.


આ ગૌરવ યાત્રામાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ભારત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ઈન્દ્રસિંઘ રાવ, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ એમ.એસ. પટેલ, કચ્છ જિ.પં. પ્રમુખ પારૂલબેન કારા, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ડો. હિતેશ ચૌધરી, ભુજ તા.પં. પ્રમુખ મંજુલાબેન ભંડેરી, પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ, નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, નગરપાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, કિરીટભાઈ સોમપુરા, શિતલભાઈ શાહ, બાલકૃષ્ણ મોતા, જયંતભાઈ ઠક્કર, ભીમજીભાઈ જાેધાણી, જયંતભાઈ માધાપરિયા, સાત્વિકદાન ગઢવી, હિતેશભાઈ ખંડોર, ભરતભાઈ રાણા, જેમલભાઈ રબારી, અજય ગઢવી, જયદિપસિંહ જાડેજા, અનિલભાઈ છત્રાળા, અનવર નોડે, કમલભાઈ ગઢવી, પ્રફુલ્લસિંહ જાડેજા, હિતેન ગોર સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.