પાણીની લાઈનો ઠેર-ઠેર તૂટવાને કારણે ભુજમાં પાણીનો ફલો ઘટ્યો

0
39
Plumbing HVAC Colorado Springs CO 80920

૪૦ એમ.એલ.ડી. પુરવઠો શહેરમાં પહોંચતો ન હોવાની રાવ : બે-ચાર દિવસથી પાણી પુરવઠો સપ્લાય રેગ્યુલ થયો

ભુજ : પાણી પુરવઠા વિભાગ તરફથી ભુજ શહેરની પાણીની માંગને પહોંચી વળવા માટે ૪૦ એમ.એલ.ડી. જથ્થો ફાળવાય છે પણ શહેરમાં પુરેપુરો જથ્થો પહોંચતો ન હોવાની રાવ અવાર નવાર સામે આવતી હોય છે. જો કે, નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેન દ્વારા દાવો કરાયો છે કે અવાર નવાર ઠેર ઠેર પાણીની લાઈન તુટી જવાને કારણે પાણીનો ફલો ઘટી ગયો છે જો કે છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણીનો સપ્લાય રાબેતા મુજબ થઈ ગયો છે અને આવનારા દિવસોમાં ખપત મુજબ પુરવઠો પુરો પાડવામાં આવશે, તો બીજી તરફ એવી પણ ચર્ચા સામે આવી છે કે, પાણી પુરવઠા તરફથી અપાતો ૪૦ એમ.એલ.ડી પાર્ણી ભુજ નગરપાલીકાના પહોચે તે પહેલા અમુક કંપની
ે છે. શહેરમાં પાણીનો ૪૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે તેવો દાવો નગરપાલિકા દ્વારા કરાય છે જયારે ખરેખર ૧પથી ર૦ એમ.એલ.ડી. જ પાણી પહોંચે છે. છેલ્લા ૧પથી ર૦ દિવસથી પાણીની અછત ઉભી થઈ છે અને ટેન્કરો માટે પણ મગજમારી થાય છે. અગાઉ ટેન્કરો મફત અપાતા હતા જો કે હવે તેના માટે પણ ર૦૦ રુપીયા ચાર્જ લાદી દેવાયો છે. પાણી પુરવઠા વિભાગ તરફથી પોતાના પેરામીટર મુજબ ૪૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો ભુજ શહેર માટે સપ્લાય કરાય છે જેની સામે જથ્થો પુરેપુરો મળતો ન હોવાની રાવ ઉઠી છે. દરમિયાન આ અંગે ભુજ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા પોતાની ગણતરી-મીટર મુજબ ૪૦ એમ.એલ.ડી. પાણી પહોંચાડાય છે જો કે અમુક જથ્થો લાઈનમાં રહી જતો હોવાથી તેમજ અમુક જગ્યાએ પાણીની લાઈનો તુટી જતી હોવાથી પુરેપુરો જથ્થો પહોંચતો નથી. જો કે છેલ્લા ત્રણેક દીવસથી પાણીની તમામ લાઈનો સાંધી દેવાઈ હોવાથી પુરેપુરો જથ્થો પહોંચાડાય છે અને હવે પાણીની અછત ઉભી નહી થાય તેમ ઉમેર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાણીની વ્યવસ્થા મુદ્દે વિધાનસભા અધ્યક્ષ, જિલ્લા ભાજપ અધ્યક્ષ, સાંસદ, નગરપ્રમુખ, ભાજપના મોવડી મંડળ સાથે ચર્ચા કરી સમસ્યાનુુ હલ કરવા વાત કરવામાં આવી છે અને થોડા દિવસોમાં જ આ સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવી ખાતરી વ્યકત કરી હતી.

પાલિકામાં વિરોધ માટે ગયેલા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી

ભુજ : નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કરો લાગતા વળગતા અને મળતીયાઓને બારોબાર મોકલાવી દેવાતા હોવાની વાત ફેલાતા નગરપાલિકામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવાયો છે. ગઈકાલે સાંજે શહેર કોંગ્રેસ પ્રમુખ, નગરસેવકો પાણીના ટેન્કર ચોરી બંધ કરવાના નારા સાથે વિરોધ નોંધાવવા માટે નગરપાલિકામાં પહોંચ્યા હતા. ચીફ ઓફીસરની ચેમ્બરમાં નારા લગાવતી સાથે પહોંચેલા આગેવાનો-કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. ટેબલ પાસે આગળ ઉભવાની લ્હાયમાં મહિલા નગરસેવિકાના પતિ અને હારી ચૂકેલા કાર્યકર વચ્ચે ચકમક ઝરી હતી અને નગરસેવિકા પતિને ધક્કો મારી હડસેલયો હતો. દરમિયાન મહિલા કાર્યકર વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. એક તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો નારા લગાવતા હતા ત્યારે આ બે કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી એટલે કોઈનું ધ્યાન ગયું ન હતું જો કે મહિલા કાર્યકરે જોઈ જતા બંનેની વચ્ચે આવી મામલો થાળે પડાવ્યો હતો.